*સ્ટંટબાજી કરતા પહેલા ચેતજો. રીક્ષા દ્વારા સ્ટંટબાજી કરવી પડી ભારે અને થઈ ધરપકડ*

*સ્ટંટબાજી કરતા પહેલા ચેતજો. રીક્ષા દ્વારા સ્ટંટબાજી કરવી પડી ભારે અને થઈ ધરપકડ*

 

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: પંચરત્ન આર્કેડ, પીરાણા ખાતે જાહેર રોડ ઉપર મોડી ફાઇડ રીક્ષા દ્વારા સ્ટંટબાજી કરતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે રીક્ષાના ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે..

 

તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ

સોશિયલ મીડિયામાં એક વીડીયો વાયરલ થયેલ હોય જે વીડીયો જોતા એક મોડી ફાઇડ રીક્ષા નં. GJ-27-Y-7754 નો ચાલક ઇસમ પોતાના કબ્જાની સદર રીક્ષા પંચરત્ન આર્કેડ પીરાણા ખાતે રીક્ષાની છત પર બેસીને જાહેર રોડ પર બેદરકારી પૂર્વક સ્ટંટ બાજી કરતો હોવાનું જણાઇ આવેલ હોય જે વીડીયો આધારે સદર ઓટો રીક્ષા ચાલક જગદિશ વિનુભાઇ ઠાકોર ઉ.વ.૨૨ રહે. ઠાકોર વાસ ગામ-કમોડ, તા-દસક્રોઇ,જી-અમદાવાદ નાનો હોવાનું જણાઇ આવેલ હોય જેથી સદરી ઇસમની વિરૂધ્ધ “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ સદર ઓટો રીક્ષા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તથા વાહન ચાલક જગદિશ વિનુભાઇ ઠાકોર નું ડ્રાઇવીંગ લાયસન્સ જમા લઇ સદર ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO અધિકારીશ્રીનાઓને રીપોર્ટ કરવામાં આવેલ છે.

આમ સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે. ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે.અને શહેરના તમામ નાગરીકોને નમ્ર વિનંતી છે કે આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.