મળ્યાં તમે એવા કે મોડા મળ્યાં,
ખોવાયા તમારામાં પછી પાછાં ના જડ્યાં,
મળ્યાં તમે એવા કે મોડા મળ્યાં…
ઈચ્છાઓ પણ તમારી મારી એક જ,
ઘણી ખરી બધી લાચારી એક જ,
કોણ સમજશે એક મોટો સવાલ,
સાચા કે ખોટા પણ જવાબ ના મળ્યાં,
મળ્યાં તમે એવા કે મોડા મળ્યાં…
સમયથી હું આગળ કે તમે મોડા છો,
જેવાં છો પણ મારાં તમે થોડાં છો,
એક નજરભરીને જોવું તમને,
એવાં થોડાં દાડા પણ ના વળ્યાં,
મળ્યાં તમે એવા કે મોડા મળ્યાં…
થઈ જાય છે થોડી ગુફ્તેગુ આપણી વચ્ચે,
યાદ બની રહી જાય એ પળ સાક્ષી રૂપે,
બધી વાતો દિલમાં ઇતિહાસ રૂપે દફન,
વાંચવા કે વંચાવા કોઈ સખા ના જડ્યાં,
મળ્યાં તમે એવા કે મોડા મળ્યાં…
હેલીક…