રાજપીપળા,તા.14
નાંદોદ તાલુકાના ગુવાર મંદિરે બોગસ બાપની ને આશા નામની છોકરી નો ખોટું આધાર કાર્ડ બનાવી,ખોટું નામ ધારણ કરાવી ફરિયાદી સાથે ફૂલહાર લગ્નવિધિ કરાવી લગ્નવિધિના 2 લાખ પડાવી આરોપી રફૂચક્કર થઇ જતા છેતરપિંડીની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે કરતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે ફરીયાદીની મિતેશકુમાર બાબુભાઈ પટેલ (રહે,માથાસુર ગામ તા.કડી જી. મહેસાણા ) એ આરોપી રફિકભાઈ અબીબભાઇ શેખ (મૂળ રહે,સંખેડા હાલ રહે, રાજપીપળા) જયેશભાઈ વસાવા, આશાબેન સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓએ ભેગા મળી આશા નામની છોકરીનુ ખોટો આધાર કાર્ડ બનાવી,ખોટું નામ ધારણ કરાવી ફરિયાદી મિતેશકુમાર સાથે ફૂલહાર લગ્ન વિધિના કુવાર ગામ ના મંદિરે કરાવેલ ગણેશભાઈ નામના ઈસમે બાપ હોવાનું જણાવી રૂપિયા બે લાખ ગણેશભાઈ એ છોકરીનો બાપ હોવાનું જણાવી આશાનામની છોકરી મિતેશકુમારના ઘરે બે દિવસ રહી, ત્યાંથી નાસી છૂટયો હતો. જઈ મિતેશભાઈ સાથે ગુનાહિત કાવતરું ઘડી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરતાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા