નર્મદામાં જુવારનું ઓછું ઉત્પાદન, મોંઘી જુવાર, અને મોંઘા થયેલા ઘટાડાને કારણે ધણી, ચણા ફોડવા આવતા લોકોને ઘરાકી ઘટી જતા બે વર્ષમાં ધમધમતી ભઠ્ઠીઓ ક્રમશઃ બંધ થવા પામી માંડી છે.
રાજપીપળામાં તૈયાર ધાણી-ચણા ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો.
રાજપીપળા, તા.28
નર્મદા જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી હોવાથી હોળીના એક સપ્તાહ પહેલાં ઠેરઠેર ધાણી, ચણા ફોડવાની ભઠ્ઠીઓ ધમધમી ઉઠે છે. વર્ષોથી રાજપીપળામાં લોકો જુવાર લઈને ધણી, ચણા ફોડાવવા જતા હતા અને તરત જ ભઠ્ઠી પર રેતીમાં શેકીને ભરતીમાં ધણી, ચણા ફોડાવવાની પ્રથા ક્રમશઃ લુપ્ત થઈ રહી છે. હવે તૈયાર ધણી, ચણા ખરીદવાનો ટ્રેન્ડ હોવાથી નર્મદામાં ધાણી,ચણા ફોડવાની એક વખતની ધમધમતી ભઠ્ઠીઓ આજે બંધ પડી છે. રાજપીપળા અને દેડીયાપાડા ગણ્યાગાંઠ્યા લોકો ધણી ફોડતા જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી રાજપીપળામાં ધણી, ચણા ફોડવાની ભઠ્ઠીઓ દેખાતી નથી. રાજપીપળા લીમડાચોક પર વર્ષોથી ધમધમતી ભઠ્ઠીઓના માંડવા હવે દેખાતા નથી, આજે બજારમાં નવા ધાણી, ચણા,ખજૂર, કોપરા, સેવો, હારડાનો નવો માલ ખડકાયો હોવાથી તૈયાર મળતા હોવાથી હવે લોકો રેડીમેડ ચીજ વસ્તુઓ ખરીદતા થયા છે. જેને કારણે લોકો હવે ધાણી, ચણા ફોડવા જતા નથી.
વર્ષોથી ધાણી-ચણા પડતા દીવાનભાઈ વસાવા જણાવે છે કે કોરોનામાં કોઈ આવતું નથી .અમારો ધણી, ચણા ફોડવાનો રોજગાર ધંધો ભાંગી પડયો છે. લાકડા હવે મોંઘા થઇ ગયા છે, જુવાર આ જિલ્લામાં થતી નથી, ધણી માટે વખણાતી જુવારા અહીં મળતી નથી,જુવાર પણ મોંઘી થઈ ગઈ છે, ભઠ્ઠીનોસામાન સાથે કામ કરવા જતા સોના કરતાં ઘડામણ મોંઘું પડે તેમ હોવાથી, તેમ જ હવે નવી પેઢી આ ધંધો કરવા તૈયાર નથી તેથી ધાણી ફોડવાની અમારી કળા લુપ્ત થઈ રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા