ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ,ગુંડાગીરી કરી લોકોને ત્રાસ આપવાના આરોપ બાદ કાર્યવાહી

ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.