નર્મદા જિલ્લામાં કોંગ્રેસની કરારી હારના કારણો શોધવાનું મનોમંથન શરૂ થયું.

હાર કે બાદ જીત હોતી હૈ એ સૂત્ર અપનાવવા કોંગ્રેસના સાચા અને હતાશ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કોંગ્રેસને પુનઃ બેઠી કરી કમર કસી.
રાજપીપળા,તા.12
નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની કરારી હાર થઈ છે.ત્યારે હવે કોંગ્રેસમાં હારના કારણો શોધવા નું મનોમંથન શરૂ થયું છે.ખાસ કરીને નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત ,અનેનગરપાલિકા કોંગ્રેસે ગુમાવી છે.ત્યારે કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો હારના કારણો શોધવા અને ચિંતન કરવા બેઠા છે.કોંગ્રેસ શા માટે હારી? એમાં શું ખામીઓ છે ?તેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં શરૂ થઈ છે. જેમાં સરકાર વિરુદ્ધનું વાતાવરણ હોવા છતાં કોંગ્રેસ હાર્યું કેમ ?
સતત સતત લોકો વચ્ચે, ઉમેદવારો વચ્ચે અને અનુભવી લોકો વચ્ચે બેઠા પછી,ખૂબ ચર્ચા વિચારણા કર્યા બાદ થોડા તારણો બહાર આવ્યા છે.જેમા સૌ પ્રથમ તો સંગઠનનો સદંતર અભાવ જોવા મળ્યો.ઉમેદવાર જ એકમાત્ર ચૂંટણી લડે છે. પક્ષ તરફથી કોઈ સાથ મળતો નથી એવું ઉમેદવારોને અનુભવ થયો છે.લોકો ભાજપથી કંટાળ્યા હતા પરંતુ કોંગ્રેસ શા માટે…? એવું વાતાવરણ ઊભું કરી શકવા મા કોંગ્રેસ નિષ્ફળ નીવડી.
નગરપાલિકામાં સામેવાળાને બિન હરીફ જીતાડવામાં પક્ષના નેતાઓનું જ સેટિંગ દેખાઈ આવે છે. સ્ટાર પ્રચારકની યાદી સમયસર કેમ ન પહોંચી ? શું કોંગ્રેસના નેતાઓ નિયમથી અજાણ હતા ? કે પછી સેટિંગ હતું? એ ચર્ચા નો વિષય બન્યો છે. કેટલાકે તો એવું પણ જણાવ્યુ કે પક્ષ જીતવા માટે ચૂંટણી લડતા જ નથી. ભાજપને જીતાડવા માટે લડતા હોય એવું લાગે છે.ઉમેદવાર દરેક ગામમાં કે બુથ પર પોતાનો એજન્ટ પણ મૂકી શકતાં નથી. કેમ ? ખબર છે કે ફલાણાં ફલાણાં ગામમાં બોગસ વોટિંગ થાય છે. છતાં, નેતાઓ ચૂપ. શા માટે રહ્યા ? કોંગ્રેસને માત્ર કોંગ્રેસ અને એના નેતાઓ જ હરાવે છે.
કોંગ્રેસના કાર્યકરો માટે કોઈ મિટિંગ કે માર્ગદર્શન કાર્યક્રમ કેમ થતા નથી ? ચૂંટણી સમયે ટિકિટ ફાળવી દેવા સિવાય ટોચના નેતાઓએ શું કર્યુ? ? જો આપ જેવું નવું જ સંગઠન ઊભું થઈ શકતું હોય તો કોંગ્રેસનું કેમ નહિ ?જેવા અનેક સવાલો સામે આવી ને ઊભા થયા છે.
એકવાર આખું માળખું વિખેરી નાંખી બધું નવેસરથી તૈયાર કરવું જોઈએ. જે નેતા ચૂંટણી જીતાડી શકતો નથી એનું શું કામ છે ? ૨૦૨૪ ની તૈયારી અત્યારથી કેમ નહિ ? જિલ્લે જિલ્લા, તાલુકે તાલુકા અને ગામે ગામ ખૂંદી વળો.મજબૂત બુથ કમિટી બનાવો. જેવા સાથે તેવા…ટીટ ફોર ટીથ,કરો. થીંક ટેન્ક બનાવો,કાર્યાલયો ખોલો, યુવાનોને જોડો.જીતેલા ઉમેદવારોને પોતાનો અવાજ બુલંદ કરવાની તાલીમ આપો. ઈવીએમ ખોટું છે.તો એનાં વિરુદ્ધ આંદોલન કેમ નથી કરવામાં આવતું ? શું આંદોલન નહીં કરવા માટે પણ સેટિંગ થાય છે ? શું કોંગ્રેસને રસ્તા પર ઊતરતાં નથી આવડતું ? અથવા તો ઊતરતી કેમ નથી ? કોના ઇશારે આંદોલનો થતા નથી ?
શું કોંગ્રેસ પોતાની ટીવી ચેનલ શરૂ ન કરી શકે ? કેટલા કોંગ્રેસી કાર્યકરોના ઘરે કોંગ્રેસનું મુખપત્ર આવે છે ? પોતાના કાર્યકરોને વિચારશક્તિ આપવાનું કામ કેમ થતું નથી ? જો આવું ને આવું જ ચાલશે તો કોંગ્રેસને વૉટર તો ઠીક કાર્યકરો પણ નહિ મળે.જેવા સૂચનો પણ થયા છે હાર કે બાદ જીત હોતી હે એ સૂત્ર અપનાવવા કોઁગ્રેસ ના સાચા અને હતાશ કાર્યકરો એ સોશિયલ મીડિયા મા કોંગ્રેસ ને પુનઃ બેઠી કરવા કમર કસી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા