અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૮મી માર્ચે ધોરડો- કચ્છ ખાતે યોજાનાર “શ્રી સાધ્વીજી સંમેલન” અંતર્ગત કર્ણાવતી મહાનગરમાંથી વિવિધ ધર્મ-સંપ્રદાય,
વિવિધ પંથના સાધ્વીશ્રીઓને કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય જે પી ચોક ખાનપુર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું. . આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી અને પ્રદેશ મહિલા મોરચાના પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ મહાનગરના ભાજપાના અધ્યક્ષશ્રી અમિતભાઈ પી શાહ, કર્ણાવતી મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ડો પ્રો સ્મિતાબેન જોશી, શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું વિક્રમ જૈન, સંયોજક, મીડિયા વિભાગ, કર્ણાવતી મહાનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.