કેવડીયા ગેસ ગોડાઉનની સામે બે મોટરસાયકલ અકસ્માતમાં એકને ગંભીર ઇજા.

રાજપીપળા, તા. 8
કેવડીયા ગેસ ગોડાઉનની સામે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત નડતા એકને ગંભીર ઈજા થવા પામી છે.આ અંગે કેવડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી ઉપેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ તડવી (રહે,આમદલા,હોળી ફળિયા) એ આરોપી મોટરસાયકલ નંબર જીજે 34 એ 4769 ના ચાલક સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી પોતાની મોટરસાયકલ નંબર જીજે 34 એ 4769ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સાઇડ લાઇટ બતાવ્યા વગર ઉપેન્દ્રભાઈ ની મોટરસાયકલ નંબર જીજે 22 એમ 5707ની સામે થી ટક્કર મારી ઉપેન્દ્રભાઈને રોડ ઉપર પાડી દઈ બંને પગના પંજાના ભાગે, આંગળીઓના ભાગે તથા ઘૂંટણના ભાગે ઈજાઓ કરી તેમજ ડાબા પગના ચોથા નંબરની આંગળી તોડી નાખેલ અને જમણા ખભાના ભાગે ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરતા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા