આજના મુખ્ય સમાચારો* 0️⃣8️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં 50 હજાર કરોડ રોકાણ કરશે*
સ્ટીલમેન મિત્તલના પ્રવાસ પર સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા
લક્ષ્મી મિત્તલે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી સાથે બેઠક કરી હતી. ત્યારે આ મુલાકાત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે રૂપાણીએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ સાથે મારી મુલાકાત થઈ છે. લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં 50 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે
******
*મુખ્યમંત્રી રૂપાણીએ ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલનું ઉદ્ધાટન કર્યું*
અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણીએ ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલનું ઉદ્ધાટન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલ સાત માર્ચથી નવ માર્ચ સુધી યોજાશે
******
*ધનિક પરિવારની 13 યુવતી અને 9 નબિરા પકડાયા*
વડોદરામાં ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસ સોસાયના બંગલામાં મધરાતે દરોડો પાડીને પોલીસે 12 યુવતી અને 9 યુવકોને મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં પડકાયેલા તમામ ધનિક પરિવારનમા નબીરા છે. તેમને છોડાવવા ભારે ધમપછાડા કરાયા હતા પણ પોલીસે તેમને મચકના આપીને કેસ નોંધ્યો છે. રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે મહેફિલ યોજાઈ હતી મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. આ ઉપરાંત 12 યુવતીઓ પણ મહેફિલમાં હાજર હતી. પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે અને 5 કાર જપ્ત કરી છે. આ ઉપરાંત 1 વિદેશી દારૂની બોટલ પોલીસે જપ્ત કરી છે.
******
*હું અસલી કોબરા છું, એક ડંખ મારીશ તો ફોટો બનાવી દઈશ*
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીજંગનો શંખનાદ શરૂ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગડ ગ્રાઉન્ડમાં જે બપોરે બે વાગ્યે એક રેલીને સંબોધિત કરી હતી આ પહેલા એક મહત્વના સામાચાર આવ્યા હતાપર મિથુનની ડાયલોગબાજી રેલીમાં હાજર રહેલા ટોળાને સંબોધન કરતા મિથુને કહ્યુ હતુ કે, હું અસલી કોબરા છું, ડંખ મારીશ તો તમે ફોટો બની જશો હું પાણીનો સાપ નથી હું કોબરા છું. એક ડંખમાં કામ તમામ થઈ જશે ભાજપના મંચ પરથી મિથુને કેટલાય ફિલ્મો ડાયલોગ્સ પણ સંભળાવ્યા તેમણે પ્રખ્યાત ડાયલોગ ‘મારૂંગા યહા, લાશ ગિરેગી શ્મશાન મેં પણ સંભળાવ્યો હતો આ ડાયલોગ્સ હવે જૂનો થઈ ગયો છે.
*પ્રખ્યાત ડાયલોગ ‘મારૂંગા યહા, લાશ ગિરેગી શ્મશાન મેં*
હું હંમેશા ગરીબો માટે કામ કરવા માગતો ભાજપના મંચ પરથી મિથુને કહ્યુ હતું કે, મેં જીવનમાં એક વાર કંઈક મોટુ કરવાનું સપનુ જોયુ હતું. પણ મેં ક્યારેય આવા મંચની અપેક્ષા રાખી નહોતી. જ્યાં આટલા મોટા નેતા, સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હાજર હોય. હું જીવનમાં હંમેશા કંઈક મોટુ કરવા માગતો હતો. પણ ક્યારેય આટલી મોટી રેલીનો ભાગ બની શક્યો નહોતો. જ્યારે હું 17 વર્ષનો હતો ત્યારથી જ સમાજના ગરીબ લોકો માટે કામ કરવા માગતો હતો. તે ઈચ્છા આજે પુરી થઈ મિથુને ભાજપનો વિધિવત રીતે ખેસ ધારણ કર્યો
******
*પત્રકાર બની ચલાવતા હતા લૂંટ, આખરે ફોટયો ભાંડો*
અમદાવાદમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં પત્રકારની ઓળખ આપતી ટોળકીએ જો પૈસા નહીં આપો તો બાંધકામ અટકાવવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદી તારીક સૈયદ નામના શખ્સે આ મુદ્દે પોલીસને જાણ કરતા નકલી પત્રકાર ટોળકીનો ભાંડો ફુટ્યો હતો નકલી પત્રકારોની ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11 હજાર રૂપિયા આપ્યા હતા જે બાદ પોલીસને જાણ કરતા આ ટોળકી ઝડપી લીધી હતી.પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે.
******
*સુરેન્દ્રનગર ચારમાર્ગીય કરણ મંજૂર*
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિરમગામ-લખતર થઇ સુરેન્દ્રનગર સુધીના 31 કિલોમીટર લંબાઇના રસ્તાને ચારમાર્ગીય કરણ કરવા માટે 125 કરોડ રૂપિયા મંજૂર કર્યા
******
*વિદ્યાર્થીએ આત્મ હત્યા કરી*
ભરૂચ શુકલતીર્થની શાળાની હોસ્ટેલના બાથરૂમમાં ફાંસો ખાઈ વિદ્યાર્થીએ આત્મ હત્યા કરી શુકલતીર્થ ગામમાં આવેલી શાળાની હોસ્ટેલમાં રહી ધો..12 માં અભ્યાસ કરતો હતોવિદ્યાર્થીઍ અગમ્ય કારણોસર બાથરૂમમાં આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી
****
*અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્ટેટમોનિટરિંગ સેલના દરોડા*
માધુપુરાના લિસ્ટેડ જુગારી દાઉદના ત્યાં સ્ટેટમોનિટરિંગ સેલના દરોડા
સ્ટેટમોનિટરિંગ સેલ એ 18 જુગારીઓ ની કરી ધરપકડ સસ્ટેટમોનિટરિંગ સેલ એ 2 લાખ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
*****
*રાજકોટમાં તરબૂચની ધૂમ આવક*
ઉનાળામાં લોકો ડીહાઈડ્રેશનની તકલીફથી બચવા માટે મોટા પ્રમાણમાં તરબૂચનું સેવન કરતા હોય છે. જુના માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની મોટા પ્રમાણમાં આવક થવા પામી છે. જો કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પ્રમાણમાં આવક ઓછી છે તો બીજી તરફ તરબૂચની આવક સામે માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે તરબૂચના સારા ભાવ મળી રહ્યા છે.
******
*નીતા અંબાણીએ લોન્ચ કર્યું ડિજિટલ પ્લેટફોર્મ ‘હર સર્કલ’*
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ‘હર સર્કલ’ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હર સર્કલ એક એમ્પાવરિંગ અને કૉમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ છે.આ પ્રથમ ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોમ છે, જેમાં મહિલાઓને ઝડપથી સશક્ત બનાવવા તેમજ મહિલાઓને વાતચીત, સહયોગ માટે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે.
*******
*સુરતમાં જીવલેણ વાયરસનું સંક્રમણ વધતા તંત્રે લીધો નિર્ણય*
જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ નવા કેસો સામે આવતા ફરી કોરોના વકર્યો છે. ત્યારે આ મામલે તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સુરત શહેરના ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ શનિ-રવિના દિવસે બંધ રાખવા પાલિકા દ્વારા સૂચના અપાઇ છે.
******
*UK સ્ટ્રેઇનનાં વાયરસની સુરતમાં થઈ એન્ટ્રી*
અડાજણ અને અઠવા ઝોનના મહિલા સહિત ત્રણ દર્દીઓના લેવાયેલા સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમાં યુકેના નવા સ્ટ્રેઈન કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.
*******
*રાજસ્થાન સરકારે કર્યો નિર્ણય*
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થતો જાય છે ત્યારે ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજીયાત કરાયો છે. વધતા કોરોના સંક્રમણને જોતા રાજસ્થા સરકારે 72 કલાક પહેલાનો આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય એને જ પ્રવેશ અપાશે
*******
*બંગાળના મંત્રીની મતદારોને ધમકી*
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમિયાન અમુક નેતાઓ નૈતિકતા ભૂલ મતદારોને ડરાવવાનું કામ કરી રહ્યા છે. મમતા સરકારમાં કૃષિ મંત્રી તપન દાસગુપ્તાએ વોટ ના મળવા પર મતદારોને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી
*****
*સાંસદ મોહન ડેલકરના પુત્રએ કરી ભાજપ અધ્યક્ષ સાથે મુલાકાત*
દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં તપાસ ચાલે છે. ત્યારે એક તરફ જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પરિવાર સાથે મુલાકાત કરી હતી તો બીજી તરફ તેમને પુત્રએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે નિષ્પક્ષ તપાસની માંગ સાથે મુલાકાત કરી હતી.
*******
*કાલુપુરનું હેરિટેજ ટાવર ફરી બતાવશે સમય*
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાલુપુર ટાવરની મરામતની કામગીરી હાથ ધરવામા આવી છે. હેરીટેજ સીટીનુ બીરુદ મળ્યુ છે ત્યારે અંગ્રેજોના સમયનો આ હેરીટેજ ટાવર ફરી સમય બતાવતો થશે. આ હેરીટેજ ટાવરનુ રીસ્ટોરેશન કરવા અંદાજે 9.74 લાખના ખર્ચ કરવામા આવશે.
******
*ગુજરાતના આર્થિક પાટનગરમાં ગાયબ થયા સ્મશાન*
અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલમાં તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ 40 સોસાયટી અને તેના ચાર હજારથી વધુ રહીશો બની રહ્યા છે. બોપલ તળાવ પાસે સર્વે નંબર 230માં પાટીદારોનું સ્મશાન હતુ તે રાતો રાત ગાયબ કરી દેવાયું છે. તેમજ બીજી તરફ સર્વે નંબર-2માં રહેણાંક વિસ્તાર છે. ત્યાં ઠાકોર સમાજના સ્મશાનમાં કોઈપણ જાતની પરવાનગી વિના રાતોરાત ગેરકાયદે બાંધકામ શરૂ કરી દેવાયુ છે.
*******
*ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જાણે સાબિત*
ભૂવાએ ભક્તોની હાજરીમાં દારૂની બોટલ ગટગટાવીરાજ્યમાં ભુવાઓ તાંત્રીકો પોતાના ભક્તોને ચમત્કારો દર્શાવવા અનેક વિવિધ કરતૂત કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોવાનુ ભુવાએ પણ જાણે સાબિત કર્યુ છે. ભુવાએ ભક્તોની હાજરીમાં આખે-આખી દારૂની બોટલ ગટગટાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયો બનાવીની જય સિકોતર નામના ફેસબુક પેજ પર મુક્યો હતો જોકે, બાદમાં વીડિયો ડિલિટ કરી દેવાયો છે. આ વીડિયો પાલનપુરના જલોત્રા ગામના કાળુ ભુવાજીનો હોવાનું સામે આવ્યુ છે.
*******
*નાયબ મુખ્યપ્રધાને આપી મહત્વની પ્રતિક્રિયા*
લક્ષ્મી મિતલની ગુજરાત મુલાકાત અંગે અગાઉથી જાણ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સહિત ગુજરાતમાં થતા કાર્યક્રમો અંગે ચર્ચા થઈ છે. ગુજરાતમાં વિકાસમાં કેવી રીતે લક્ષ્મી મિત્તલ ફાળો આપી શકે તેની રૂપરેખા તૈયાર થઈ છે જોકે સ્ટીલના ભાવ વધ્યા છે અને બિલ્ડરોની નારાજગી અંગે જાણ છે પરંતુ તે બાબતે કોઈ ચર્ચા થઈ નતી આ અંગે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આગામી સમયમાં નિર્ણય લેશે
******
*વડોદરાની હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દરોડા*
13 યુવતીઓ અને નવ નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા
ગુજરાત રાજ્યાના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરના ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં બર્થ ડેપાર્ટીની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે. પોલીસે હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દરોડા 13 યુવતીઓ અને નવ નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. કુલ 22 ખાનદાની નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં લોકો ઝડપાયા છે.
******
*પોલીસ કોન્સ્ટેબલે કર્યું ફાયરીંગ*
અમદાવાદ વટવા રિંગરોડ પાસે આવેલા ગામડી ચાર રસ્તા પર આ ઘટના બની ગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલ નવઘણ ભરવાડે ફાયરિંગ કર્યુ છે. જેના કારણે એક યુવકને હાથમાં ઇજા થઇ છે. માત્ર એટલું જ નહીં પણ તલવારો વડે પણ હૂમલો થયાની માહિતિ મળી રહી છે. આ ઘટનામાં ઘાયલ થયેલાને સારવાર માટે શહેરની એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
*******
*શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી વેક્સીન*
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે અને છેલ્લા ૧૦ મહિના કોરોના મહામારી બાદ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનની વૈજ્ઞાનિકો અને કંપનીઓ દ્વારા શોધ કરવામાં આવી છે અને તેનો તબક્કાવાર ડોઝ આપવામાં આવી રહ્યો છે ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
********
*ગુજરાતી દંપતિ પર થયું ફાયરિંગ મહિલાનું મોત*
અમેરીકામાં રહેતા અને બિઝનેસ કરતા ગુજરાતી દંપતિ પર ફાયરીંગની ઘટના સામે આવી છે. સુરતના ભરનાથ કણબી દંપતી પર અમેરિકામાં ફાયરિગ કરવામાં આવ્યુ છે. સુરતના એક કણબી દંપત્તિ પર અમેરિકામાં ફાયરિંગ થયુ છે. જેમાં પત્નીનું મોત થયુ છે..જ્યારે પુરુષ સારવાર હેઠળ છે.કણબી પરિવાર મહિલાની હત્યા મામલે સુરતમાં રહેતા પરિવાર શોકમાં ગરકાઉ
******
*આગામી સપ્તાહથી ગરમીનું જોર વધશે*
ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.અમદાવાદમાં દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
********
*મુખ્યપ્રધાન રૂપાણીએમાં અંબાના દરબારમાં*
મુખ્યપ્રધાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે સવારે માં અંબાના દરબારમાં આશિષ લીધા હતા વહેલી સવારે મંગળા આરતીમાં સીએમ રૂપાણીએ ભાગ લીધો હતો.મુખ્યમંત્રીનું નિવેદન અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરિટી માટે કલેકટર સાથે બેઠક કરી છે ઝડપીથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે
******
*અંબાજી શ્રદ્ધાળુઓ માટે શરૂ થશે હેલિકોપ્ટર સેવા*
શક્તિપીઠ અંબાજીએ દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ હવે હેલિકોપ્ટર સેવાનો લાભ મળશે સરકાર ટૂંક સયમમાં જ અંબાજીમાં હેલિપેડ બનાવવાનું આયોજન કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદમાં અંબાજીના દર્શન કરવા આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું છે.
*******
*પ્રાચીન શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ*
જૂનાગઢ શરૂઆતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં સામાન્ય લોકોને નહિ આવવું આ મેળો માત્ર સાધુ સંતો માટે છે. પ્રથમ દિવસથી હવે નાગા સાધુ અને ત્રણે અખાડાના સાધુઓ પૂજા વિધિ કરશે અને રવેડી કાઢવામાં આવશે તંત્રના નિર્ણય સાથે સાધુ સંતોએ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે.
******
*દોઢ ફૂટનો વરરાજા, બે ફૂટની દુલ્હન કમાલની જોડી*
જાફરાબાદના ટીંબી ગામના દોઢ ફૂટના યુવકના નિકાહ અમરેલી ફાટસર ગામની 2 ફૂટની યુવતી સાથે ધામધૂમથી થયા છે. ટીંબી ગામના 32 વર્ષના રફીક મન્સૂરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. ફક્ત એક જ દિવસમાં આ જોડી સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગઈ છે.હાઈટ ઓછી હોવાથી તેના લાયક યુવતી શોધવી મુશ્કેલ હતી. પરંતુ કહેવાય છે કે જોડીઓ તો ઉપરવાળો બનાવે છે. રફીકને પણ તેના લાયક યુવતી મળી ગઈ. અને વાજતે-ગાજતે પરણી ગયો હતો.
******
*ભારતનો રમકડા ઉધોગ ચીન પર નિર્ભર*
ગુજરાતના રમકડા બજારમાં ચીનનો દબદબો યથાવત છે.એક અંદાજ મુજબ ગુજરાતમાં વેચાતા રમકડામાં 85 ટકા રમકડા ચીનથી આયાત કરવા પડે છે.આ સ્થિતિ પાછળ સૌથી મોટુ કારણ યોગ્ય પોલિસીનો અભાવ માનવામાં આવી રહ્યું છે મેન્યુફેક્ચરને પ્રોડકશન યુનિટ માટે યોગ્ય અને કુશળ કારીગરો નથી મળતા તો અયોગ્ય પોલિસીના અભાવે પણ ચીન પર ગુજરાતી રમકડા ઉદ્યોગને નિર્ભર રહેવું પડે છે
*****
*PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતામાં ચૂંટણી રેલીના મંચ પર 70 વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તી પણ જોવા મળ્યા આ વાતની અટકળો લગાડવામાં આવતી હતી કે તે આ રેલીમાં સામેલ થઈ શકે છે. હવે આ વાતની પણ શક્યતા છે કે મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થઈ શકે છે. પીએમ મોદીની આ રેલી કોલકાતાના ઐતિહાસિકક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં થઈ રહી છે. મિથુન ચક્રવર્તી કાળા ચશ્મા અને કાળી ટોપી પહેરી મંચ પર પહોંચ્યા તો બીજેપી કાર્યકર્તાઓમાં જોશ વધી ગયો.
*******
*BCCIએ જાહેર કર્યું IPL 2021નું શેડ્યૂલ*
આઇપીએલની 14મી સીઝનની પહેલી મેચ 9 એપ્રિલના રમવામાં આવશે તો ફાઇનલ 30 મેના અમદાવાદમાં રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગ્લોર વચ્ચે રમાશે. આઇપીએલ 2021 (IPL 2021)ના બધી મેચ ચેન્નઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેન્ગ્લોર અને કોલકાતામાં રમાશે તો નૉકઆઉટ મેચ અમદાવાદમાં રમાડવામાં આવશે. આ સીઝનમાં કુલ 56 મેચ રમાશે. કોઇપણ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ નહીં રમી શકેકુલ 11 ડબલ હેડર હશે. બપોરે મેચ ભારતના સમય પ્રમાણે 3.30 વાગ્યે શરૂ તશે તો સાંજે મેચ 7.30 વાગ્યે શરૂ થશે. ગયા વર્ષે આઇપીએલ દુબઇમાં રમાડવામાં આવી હતી જેતી મુંબઇ ઇન્ડિયન્સની ટીમને જીતવામાં સફળતા મળી હતી. આ વખતે ટૂર્નામેન્ટ દર્શકો વચ્ચે રમાડવામાં આવશે કે નહીં આ અંગે નિર્ણય પછી લેવામાં આવશે.
*🙏🙏thaend*🙏🙏