સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક ડુંગરમાં ભીષણ આગ લાગી. રોડ થી 200 ફૂટ ઊંચે ડુંગર પર આગ ફાટી નીકળી : નર્મદા ડેમના ફાયરબ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા.

રાજપીપળા, તા.8
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ડુંગર માં આગ લાગી છે જેના કારણે સમગ્ર જિલ્લાનું તંત્ર દોડતું થયું છે નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો માટે ના પ્રયાસો કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરમાં આગના પગલે પોલીસ દોડતી થઇ હતી .નર્મદા ડેમ સરદાર સરોવરના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીઓને ફાયર વિભાગનો સ્ટાફ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.હાલ ફાયર ફાઈટર ને સ્ટેચ્યુ ના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે.જો કે સુકા ઘાસમાં આગ લાગી હોવાના આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે રોડ લેવલથી 200 ફૂટ ઊંચા ડુંગરમાં આગ લાગી હોવાથી તંત્ર અને આગ પર કાબુ મેળવવામાં થોડી તકલીફ પડી હતી.આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત સુકા ઘાસમાં આગ લાગી હોવાના કારણે તેને કામ કરવી મુશ્કેલ છે.જો કે બીજી રાહતની વાત એ છે કે બીજી રાહતની વાત એ છે. જોકે સ્થાનિક અધિકારીઓના અનુસાર કેટલીક વખત પોતાની બાધા પૂરી કરવા માટે આદિવાસીઓ દ્વારા ડુંગર પર આગ લાગવાથી હોય છે. તેવામાં આ આગ લાગાવવામાં આવી હોય તેવી પણ શક્યતા છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા