કેવડિયા ડિફેન્સ કોન્ફરન્સ માથીભાગ લઈને પરત ફરતી વેળાએ આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રીક ખામી સર્જાતા પાયલટે સમયસુચકતા વાપરીને નડીયાદ થી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું.

રાજપીપળા,તા.7
સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઈ છે.તાજેતરમાં આર્મીની ત્રણેય વિંગની સિક્યુરીટીની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.જેમાં પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ હાજરી આપી હતી.હેલિકોપ્ટરમાં હાઈડ્રોલીક સિસ્ટમમાં ખામી સર્જાઈ હોવાનું સિગ્નલ જોવા મળ્યું હતું.
સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે આર્મીની ત્રણ વિંગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની ત્રિદીવસીય કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ભાગ લઈને પરત ફરતી વેળાએ આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રીક ખામી સર્જાઈ હતી.જેને લઈને નડિયાદ નજીક રસ્તાની બાજુમાં આવેલી ખાલી જગ્યાએ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.હેલીકોપ્ટરમાં સવાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને સલામત રીતે સર્કીટ હાઉસ લઈ જવાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેગ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધી અનેક મહત્વની કોન્ફરન્સ યોજાઈ હતી. તાજેતરમાં આર્મીની ત્રણ પાંખને સાંકળતી ત્રિદીવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંરક્ષણ મંત્રી અને પ્રધાનમંત્રી પણ હાજર રહ્યા હતા.શનિવારે કોન્ફરન્સનું સમાપન હતું. કાર્યક્રમ હાજરી બાદ પરત ફરતી વેળાએ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સ્ટેચયુ ઓફ યુનિટી થી અમદાવાદ ખાતે જવા નિકળ્યા હતા. દરમ્યાન નડીયાદ પાસે હેલિકોપ્ટરના પાયલટને રેડ સિગ્નલ જોવા મળ્યું હતું.જેમાં યાંત્રિક ખામી સર્જાઈ હોવાનો સંકેત હતો.પાયલટે સમય સુચકતા વાપરીને સાવચેતી પુર્વક નડીયાદ થી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું હતું અને અંદર બેઠેલા આર્મીના ઉચ્ચ અધિકારીઓને બહાર કાઢ્યા હતા.રસ્તાની બાજુમાં આર્મીના હેલીકોપ્ટરનું લેન્ડીંગ થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ઉત્સુકતા જોવા મળી હતી અને એક તબક્કે હેલીકોપ્ટરની આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાની સાથે મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આર્મી ઓફિસરને અમદાવાદ મોકલવાની તજવીજ શરૂ કરી દીધી હતી.
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આર્મીના હેલીકોપ્ટરમાં ઓફિસર એઓસી એરમાર્શલ ગોટીયા અને સિમલા ટ્રેનિંગ સેન્ટરમાં લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા હાજર હતા. બંનેને સલામત રીતે હેલીકોપ્ટર માંથી બહાર લાવી સર્કીટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાંથી આર્મીના ઉચ્ચ અધિકારીઓ માર્ગ મારફતે અમદાવાદ મોકલવામાં આવશે.
સવાલ એ ઊભો થયો હતો કે હેલિકોપ્ટર મા ક્યા પ્રકારની યાંત્રિક ખામી ઊભી થઇ હતી. જેમા ઉચ્ચ અધિકારી આર્મી ઓફિસરો સવાર હતા. ત્યારે હેલિકોપ્ટર ને ઉપાડતાં પહેલા તેને ટેક્નીક્લી ચેક કરવામા આવ્યું હતું કે કેમ ? અધિકારીઓ નીસલામતી નો પણ પ્રશ્ન ઊભો થયો હતો.ત્યારે અધિકારીઓમા પણ ફફડાટ ફેલાયો હતો. જો સહી સલામત લેનડિંગ ના થયું હોત તો મોટી ખાના ખરાબીઅને જાન હાની થઇ હોત. !

તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા