ખેરના લાકડા નંગ.25 કિં. રૂ. 20 હજાર તથા ગાડી કી.રૂ. 50 હજાર મળી 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરતી વનવિભાગ.
રાજપીપળા,તા. 7
નર્મદાના સાગબારા તાલુકાના પાનખલા ગામે થી ખેરના લાકડા નંગ 25 કિં. રૂ. 20 હજાર તથા ગાડી કિં. રૂ.50 હજાર મળી 70 હજારનો ખેરના લાકડા ભરેલો ટેમ્પા સાથેનો મુદ્દામાલ વન વિભાગે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના પાનખલા ગામના સ્મશાન પાછળથી ટાટા મેજીક ગાડી માંથી તો કઈ જ ભરીને બિનઅધિકૃત રીતે લઇ જવાતા ખેરના લાકડાનો જથ્થો વનવિભાગે ઝડપી પાડયો હતો. સાગબારા રેન્જના આર.એફ.ઓ ચૌધરી અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાગબારા રેન્જની હદમાં આવેલા ટાટા મેજીકનો ચાલક દૂરથી વનવિભાગના સ્ટાફને જોઈ જતા વાહન બિન વારસી છોડી અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા વનવિભાગે પંચકયાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ જ્યોતિ જગતાપ રાજપીપળા