રાજપીપળાની હરતી ફરતી અન્નપૂર્ણા એટલે 70વર્ષની વ્રુધ્ધા,વહુ અને પૌત્રીનીઅનોખી ટિફિન સેવા.

મહિલાદિન વિષેશ ખાસ સ્ટોરી:

8મી માર્ચ મહિલા દિવસ નું ગૌરવ વધારતી રાજપીપળાની મહિલાઓ.

જરૂરિયાત મંદોઅને ગરીબોનેવિના મૂલ્યે હોમ ડિલિવરી દ્વારા અપાતી અનોખી ટિફિન સેવા.

70 વર્ષના માયાબેન એક ટાઈમ માં 200થી 300 રોટલી રોટલા બનાવે છે.

ત્રણ વર્ષથીકોઈ પણ ગરીબ ભૂખ્યાને ખાલી પેટ સૂવા નથી દીધા.
ઉપરાંત અંતરિયાળ જંગલમાં જઈને અતિશય ગરીબ મહિલાઓને કપડા, સેનેટરી પેડ સાડીઓનું વિના મૂલ્યે વિતરણની અનોખી સેવા.

સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટ તથા સંગીત ગરીબ ભાઇઓ તથા બહેનો માટે ફ્રી મા શીખવાડે છે.

છેલ્લા ત્રણ વર્ષમા 68906 માણસોને જમાડ્યા છે.1000 સ્ત્રીઓને સેનેટરી પેડ આપ્યાછે.5000 થી વધુ કપડા તથા બ્લેન્કેટ ગરમ કપડા વિતરણ પણ કર્યું,અને 500 જેટલા ઉઘાડપગાને પગરખા પહેરાવ્યાં છે.

રાજપીપળા, તા. 7

8 મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ દિવસે સમગ્ર દેશમાં મહિલાઓની વિશિષ્ટ કામગીરી અને મહિલા સશક્તિકરણના ગુણગાન ગવાય છે.તેમની સિધ્ધિઓ ને બિરદાવાય છે. નર્મદા જિલ્લામાં પણ એવી મહિલાઓ છે .જેમહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ બની છે. કોઈ પણ જાતના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે બીજાના માટે સેવા કરે છે .જેને રાજપીપળા ની હરતી-ફરતી અન્નપૂર્ણા કહેવાય છે.જેમાં 70 વર્ષની મહિલા માયાબર્ક, તેની વહુ મધુબેન બર્ક ,અને પૌત્રીમારિયા બર્ક આ ત્રિપુટી છેલ્લા ત્રણ વર્ષથી ગરીબો જરૂરિયાત મંદો અને ભૂખ્યા લોકોને શુધ્ધ સાત્વિક અને તે પણ ભરપેટ વિના મૂલ્યે ભોજન ઘરે ઘરે જઈને ટિફિન સેવા દ્વારા ભોજન સેવા પૂરી પાડે છે.
તેમનો બર્ક પરિવાર દરરોજ 70 થી 80 જરૂરીયાત તમંદોને વિના મૂલ્યે ભોજન ટિફિન સેવા દ્વારા પહોંચાડવાનું કામ કરે છે. રાજપીપળામાં તથા આજુબાજુના ગામમાં પોતાના હાથથી બનાવેલી રસોઈ કોઈકવાર દાળ ભાત શાક રોટલી તો કોઈક વાર કઢી ખીચડી, બાજરીના રોટલા, રોટલી દર રવિવારે મિષ્ટાન અને ફરસાણ પણ આપે છે.
ઘરમાં બે બાળકીઓ છે .જોય અને સારા. તે પણબકૅ ફેમિલીમા જોડાઇ છે. રસોઈ થી લઈને બધું જ કામ આ મહિલાઓ કરે છે. ઘરનુ કામ, પરિવાર ની જવાબદારી ઉપરાંત પરિવાર નું ભોજન નું કામકાજ કરીનેઆ સેવા અહર્નિશ છેલ્લા ત્રણ વર્ષ થી ચલાવી રહ્યા છે બે બાળકી છે જોય તથા સારા તે પણ નાના-મોટા કામ જેવા કે શાકભાજી કાપુ જમવાનું પેકીંગ કરવું જેવા કામમાં મદદ કરે છે નાનપણથી જ તેમને ખબર છે કે જમવા પણ સમય થઈ ગયો છે રાહ જુએ છેએમ આખોનાનકડો મહિલા પરિવાર આ કામમાં ઉમંગ થી જોડાઇ જાય છે.કોરોના લોક ડાઉનમા 41 દિવસ સુધી 500 પાં,નસો માણસોને ભોજન પહોંચાડયું હતું.
છેલ્લા ત્રણ વર્ષમા2018 થી 2021 ફેબ્રુઆરી સુધી 68906 માણસોને જમાડ્યા છેજરૂરતમંદોને ભોજન આપ્યું છે. અને આશરે 1000 સ્ત્રીઓને સેનેટરી પેડ આપ્યા છે.જ્યારે 5000 થી વધુ કપડા તથા બ્લેન્કેટ ગરમ કપડા વિતરણપણ કર્યું છે.અને 500 જેટલા ઉઘાડપગાને પગરખા પહેરાવ્યાં છે.
સાચા અર્થમાં આ બર્કપરિવાર હરતીફરતી અન્નપૂર્ણા છે.
એટલુ જ નહિ આ પરિવાર કપડા અને એજ્યુકેશન પરપણ કામ કરે છે. અંતરિયાળ જંગલમાં જઈને અતિશય ગરીબ મહિલાઓને અંડર ગારમેન્ટ તથા સેનેટરી પેડ, કપડા ,સાડીઓ દુલ્હન સાડી આપવાનું કામ કરે છે. અનેઆ લોકો નેસેલ્ફ ડિફેન્સની સમજણ પણઆપે છે. પોતાનો બચાવ કેવી રીતે કરવોતેની તાલીમ પણ આપે છે. સેલ્ફ ડિફેન્સ ઉપરાંત નશાબંધી ,સ્ત્રી રોગ નિવારણ માટે તથા કુપોષિત બાળકો માટે ટ્રાયબલ એરીયામાં જઈને સેમિનાર પણ કરે છે. અનેજો કોઇ બીમાર હોય તેઓ ને દવાખાને લઈ જવાની તથા દવા કરવાની જરૂરિયાત પણ પૂરી પાડે છે .અને પોતાના પગ પર ઉભો કરવા માટે રાત્રે અભ્યાસ કરવાની કામગીરી પણ હાથમાં લીધી છે. જેઓને પોતાની સહી કરતા નથી આવડતું તથા બિલકુલ અભણ હોય તેવા માટે તાલીમની અક્ષરજ્ઞાન ની વ્યવસ્થા પણ કરી છે. તથા માર્શલ આર્ટ તથા સંગીત ગરીબ ભાઇઓ તથા બહેનો માટે ફ્રીમા શીખવાડે છે. જેથી તેઓ પોતાના પગ પર ઊભા થઈને આગળ પોતાનું ભરણપોષણ કરી શકે તેવી વ્યવસ્થા કરે છે.
સંચાલક માર્યા બકૅ જણાવ્યુ હતું કે પોતે એક મેકઅપ આર્ટિસ્ટપણ છે.તેઓ છેલ્લા 18 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં જોડાયેલા છે. અને હેન્ડીક્રાફ્ટ સાથે પણ જોડાયેલા છે.
મધુબાલા બકૅ જેઓ પોતે હોટલ મેનેજમેન્ટ તથા તઈકાંટો( સેલ્ફ ડિફેન્સ) કરેલ છે .અને સ્કૂલમાં 1 થી 7 ના બાળકોને ટ્રેનિંગ પણ આપે છે. અને ટ્રાયબલ એરીયા માં જઈને મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે.
તેમનુ કહેવુ છે કે અમે બીજુ પણ એક અભિયાન ચાલુ કરેલું છે. તમારી પાસે જેજૂના કપડાં હોય જે આપણે નથી વાપરતાતેવા કપડા લોકો આપે છે. તથા જૂના રમકડાં વગેરે જે પણ કાંઈ કામનાના હોય તે અમોને આપો.અમે તેને જરૂરતમંદો સુધી પહોંચાડીશું.જેપણ કપડા આવે છે એ કપડાને અમે ધોઈ ને સ્વચ્છ કરીએ છીએ .તથા નાનું-મોટું કામ હોય તો મશીન પર રીપેર કરી નાખીએ છીએ. અને ઈસ્ત્રી કરીને જરૂરતમંદ સુધી લોકોને પહોંચાડીએ છી.અને માયાબેન બકૅ જેઓ 70 વર્ષના છે.તેઓ રોટલી રોટલા એક ટાઈમ માં 200થી 300 બનાવે છે. તથા દરેક કામમાં આટલી મોટી ઉંમરે ભાગ ભજવે છે.
સાચા અર્થમાં આ બર્ક મહિલા પરિવાર મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે.

તસવીર અહેવાલ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા