“પ્રભુ.. હવે તારે ન મારે છેટુ નથી મારા વ્હાલા.. જેવા તારા કમાડ ખૂલે કે, હુ સહુથી પેલ્લો તારા દર્શને હોઈશ મારા નાથ…”
“જો દિકરા.. આ 60 દિવસોમાં આપણે એકબીજાને સારી રીતે ઓળખી ગયા છીએ.. ન મારા કોઈ સામર્થ્ય હતુ કે હૂ મારા દ્વાર ખોલાવી શકુ.. ન તારામાં એટલી હિંમત કે તુ મારા દ્વાર ખોલી શકે.. આપણે કયાંક બહાર જ મળી લઈશુ..
અ-શ્રધ્ધા
“લાવ ને મમ્મી આ તારા ભગવાનની છબી તૂટી ગઇ છે તો નવો કાચ નંખાવી આવુ.. હવે તો બધી દુકાનો ખુલી ગઇ છે..”
“ચાલશે હવે.. નકામો ખોટો ખર્ચો… હા એ બાજુ જાય છે જ તો આપણી કામવાળી ત્યા એક કોથળી ધી આપતો જજે .. આ પેલ્લી તારીખે એને પુરા બેહશે.. મારી વૃધ્ધ આસ્તિક માએ મને કહયુ..
પ્રભુમિલાપ..
આજની ધડી રણિયામણી હતી.. આજે ધણા દિવસે ભગવાનના દર્શન કરવા મળશે.. મારા વ્હાલાનુ માસ્ક વગરનુ મ્હો ધરાઈને જોવુ છે.. એવુ વિચારતા એક વૃધ્ધ લાકડીના ટેકે ઘરવાળાની નારાજગી વ્હોરીને બહાર નિકળ્યા..
ત્યા રસ્તા મા એક બંધ પડેલી સ્કૂલની બહાર એક બાળકી રડી રહી હતી.. એ ભૂખી હતી.. કદાચ બે દિવસથી..
મંદિરની દાનપેટીમા નાખવા માટે અને પૂજાપા માટે જેટલા પણ પૈસા હતા એ બધાનુ એને ખાવાનું લઇ આપ્યુ. હવે ખાલી હાથે મંદિર જવાનો કોઇ અર્થ નહોતો.. એ ભારે હદયે ઘરે પાછા ફરતા હતા
ત્યા એક પાગલ” પહોંચી ગયુ.. પહોચી ગયુ..” બોલતો બોલતો એમની નજીકથી પસાર થયો.. વૃધ્ધને કંઇ સમજાયુ નહિ..