મારા પુત્રને બુથ નં.1 અને 5 મા પેનલની બહાર કાઢી મૂક્યાનો આરોપ.
રાજપીપળા,તા.5
હાલમાં જ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે. અને તે પછી પરિણામો પણ જાહેર થયા.જેમાં હારજીતના ગણેત મંડાતા રગદ્વેષ પણ જોવા મળ્યો હતો. જેમાં રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ 3 માં ભાજપની પેનલના જ ત્રણ ઉમેદવારોએ પોતાના પુત્રને હરાવવા ગંદુ રાજકારણ રમી હોવાનો આક્ષેપ પિતાએ લગાવતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પાલિકામાં વોર્ડ 4 અને વોર્ડ 6 માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ 1 માં એક ઉમેદવાર, તો વોર્ડ 3 માં ત્રણે ઉમેદવારો અને વોર્ડ 5 અને 7 મા ભાજપના બે ઉમેદવારો વિજયી બન્યા છે. નર્મદા જિલ્લા ભાજપના અગ્રણી અને એક સમયે વિધાનસભાની ટિકિટ ના દાવેદાર એવા સુરેશ વસાવાના પુત્ર મયુર વસાવાની ભાજપે ટિકિટ આપી હતી.અને રાજપીપળા નગરપાલિકા વોર્ડ 3 માં ઉમેદવાર જાહેર કર્યા હતા. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વોર્ડ 3 મા મયુર વસાવા સિવાય બાકીના 3 ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થયો હતો અને મયુર વસાવા હારી ગયા હતા.
પિતા સુરેશ વસાવા ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે મારા જ પુત્ર ને હરાવવા ભાજપની પેનલના જ ત્રણ ઉમેદવારોએ ભાગ ભજવ્યો છે.એમને વધુમાં જણાવ્યું હતું કે વોર્ડમાં 3 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.જ્યારે આદિવાસી બેઠક પર મારા પુત્ર 148 મતે પરાજય થયો છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા