આમલેથા ગામે ચૂંટણીની અદાવતે લોખંડના સળીયા વડે જીવલેણ હુમલો.

તમે લોકોએ અમોને મત કેમ આપ્યો નથી ?ભાજપ આ પાર્ટીને મત આપ્યો તેથી અમે હારી ગયાની અદાવતે હુમલાથી એકને ગંભીર ઇજા.
રાજપીપળા,તા. 5
નર્મદામાં ચૂંટણીના પરિણામો પછી હારેલા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં હતાશાનું વાતાવરણ છે mજેમાં ચૂંટણીની અદાવતે મારી હુમલાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં નાંદોદ તાલુકાના આમલેથા ગામે ચૂંટણીની અદાવતે લોખંડના સળીયા વડે જીવલેણ હુમલો કરી એકને ગંભીર ઇજા કરવાનો બનાવ બન્યો છે.આ અંગેની પોલીસ ફરિયાદ આમલેથા પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં ફરિયાદી રાકેશભાઈ ગુલાબસિંગ વસાવા (રહે,આમલેથા,સરપંચ ફળિયુ )એ આરોપી કિશનભાઇ સુરમભાઈ વસાવા (રહે,આમલેથા, ઝરખા ફળિયા )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રાકેશભાઈ પોતાના ખેતરે પાણી વાળવા માટે જતો હતો ત્યારે તેને જોઈને આરોપી કિશનભાઇ સુરમભાઈ વસાવા (રહે,આમલેથા ઝરખા ફળિયા ) એ ગમે તેમ ગાળો બોલી તમે લોકોએ અમોને મત આપેલ નથી અને ભાજપ પાર્ટી ને મત આપેલ છે.જેથી અમો હારી ગયેલ છે. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ લોખંડનો સળિયો લઈ આવી ફરિયાદી રાકેશને બંને પગમાં જાંગથી નીચેના ભાગે સળિયા વડે માર મારી ઈજા પહોંચાડે તથા માથાના ભાગે થપ્પડ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા