સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણેય પાંખનાં વડા અને DRDOનાં ચેરમેને મુલાકાત લીધી.

સરદાર સાહેબને ભાવાંજલી અર્પી.

જે રીતે સરદાર સાહેબે દેશને એક કર્યો હતો આ રાષ્ટ્રભાવનાને બધા ભારતીયો ગર્વ મહેસુસ કરે છે- ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત.

સરદાર સાહેબની એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના આજે સાકાર થઇ છે – નૌકાદળ વડા- એડમીરલ કર્મબીરસિંગ,

રાજપીપળા તા 5

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભારતનાં સંરક્ષણ વિભાગનાં ટોચનાં અધિકારીઓએ મુલાકાત લીધી છે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણેય પાંખનાં વડા અને DRDOનાં ચેરમેન પણ આ મુલાકાતમાં જોડાયા હતા,મહાનુભવોએ સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી.
Combined Commanders Conference-2021માં હાજરી આપવા આવેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત, નૌકાદળ વડા- એડમીરલ કર્મબીરસિંગ, ભુમીદળ વડા- જનરલ એમ.એમ.નરવણે, હવાઇદળ વડા – એર ચીફ માર્શલ- આરકેએસ ભદોરીયા અને DRDO ચેરમેન જી. સતીષ રેડ્ડીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાનાં દર્શન કરીને ભાવંજલી અર્પી હતી. મહાનુભવોએ અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબે આપેલા યોગદાનને યાદ કરી સરદાર સાહેબનાં જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝીયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપુર્વક નિરીક્ષણ કર્યુ હતુ.તમામનું સ્વાગત પ્રાચિન ભાષા સંસ્કૃતમાં કરવામાં આવ્યુ હતુ.
એકતા પ્રતિમા સ્થળે તમામ મહાનુભવોએ પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે જણાવ્યુ હતુ કે, જે રીતે સરદાર સાહેબે દેશને એક કર્યો હતો આ રાષ્ટ્રભાવનાને બધા ભારતીયો ગર્વ મહેસુસ કરે છે. નૌકાદળ વડા એડમીરલ કર્મબીરસિંગે જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબની એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના આજે સાકાર થઇ છે.
ભૂમીદળ વડા જનરલ એમ.એમ.નરવણેએ જઁણાવ્યુ હતુ કે,પ્રતિમાં બહુ જ સારી રીતે બનાવવામાં આવી છે, આપણા આગેવાન સરદાર સાહેબને નમન કરૂ છુ. હવાઇદળ વડા એર ચીફમાર્શલ આરકેએસ ભદોરીયાએ જણાવ્યુ હતુ કે, એકતાની પ્રતિમાં બનાવીને લોખંડી મનોબળ ધરાવતા સરદાર સાહેબને સચી શ્રધ્ધાંજલી. DRDO ચેરમેન જી. સતીષ રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન ખરેખર તકનીકી ચમત્કાર છે.
આ પ્રસંગે જીલ્લા કલેકટર અને મુખ્ય વહીવટદાર ડી.એ.શાહ દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા અને તેઓને સરદાર સાહેબનાં જીવન ચરીત્ર સાથે જોડાયેલ પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમાં સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા