નર્મદામાં ચૂંટણીના પરિણામો બાદ રાજકીય અદાવતોનો દોર શરૂ

કોંગ્રેસને મત કેમ આપ્યોતેમ કહીલોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો.

નિશાળની પાકી દિવાલ સાથે અથાડી માથામાં ગંભીર ઇજા.

તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામનો બનાવ.

રાજપીપળા,તા.3

નર્મદામાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય અદાવતોનો દોર શરૂ થયો છે.જેમાં તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામે કોંગ્રેસને મત કેમ આપ્યો આ બાબતે બોલાચાલી અને ઝઘડો થતાં લોખંડની પાઇપ વડે હુમલો કરી જીવલેણ હુમલો કરી મારામારી કરી ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપવાનો પાણી પોલીસ ઘડિયાળ મારી સામે નો થાય છે. જેમાં ફરિયાદી

યોગેશભાઇ રણછોડભાઇ બારીયા ( રહે.ઝાઝપુરા તા.તિલકવાડા)એ રઆરોપીઓ વિજયભાઇ નટવરભાઇ બારીયા,નટવરભાઇ છગનભાઇ બારીયા,ગોપાલભાઇ છગનભાઇ બારીયા, મંગુભાઇ બબાભાઇ બારીયા તમામ (રહે, ઝાઝપુરા ) સામે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ ફરીયાદી પાસે જઇ જણાવેલ કે તમે કેમ કોગ્રેસને મત આપેલ છે ? તેમ કહેતા ફરીયાદીએ જણાવેલ કે કોણે તમને કીધુ છે કે મે કોગ્રેસને મત આપેલ છે. મારો મત હુ ગમે તેને આપુ.તેમ જણાવતા આ ચારેય આરોપીઓ ફરીયાદી ઉપર ઉશ્કેરાઇ ગયેલ.

અને ફરી ને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરેલ. અને આરોપીઓએ તેના હાથમાની લોંખડની પાઇપ ફરીયાદીને કપાળના ભાગે ડાબા પગની જાંઘ ઉપર મારી ઇજા કરેલ તેમજ આરોપી વિજયભાઇએ ફરીયાદીને નિશાળની પાકી દિવાલ સાથે અથડાવી માથામાં ઇજા કરેલ અને અન્ય આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ગેબી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી,જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરી એકબીજાની મદદગારી કરતા તમામ ઈસમો સામે તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા