સાવરકુંડલાના મિતિયાળા પાસે મેજિક અને એસટી બસ વચ્ચે અકસ્માત,
( 4 મુસાફરોને ઈજા)
ઈજાગ્રસ્તોને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા
સાવરકુંડલાના મિતિયાળા પાસે મેજિક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે. તેમજ એસ.ટી બસનો કાચ પણ તૂટ્યા હતા. સાવરકુંડલા-કૃષ્ણગઢ રૂટની એસ.ટી.બસ સાવરકુંડલાના મીતીયાળા રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી ખાનગી મુસાફરો સાથે ભરેલું મેજિક આવી જતા બસ સાથે અથડાયું હતું.
આ અકસ્માતમાં બસના આગળના કાચ તૂટી ગયા હતા અને 4 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી. મેજિક બાજુમાં ઉતરી જતા મુસાફરોમાં થોડીવાર માટે ભાગદોડ સાથે અફરા તફડી મચી હતી. આ ઘટના બાદ સ્થાનીકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. એસ.ટી.બસનો આગળના ભાગનો કાચ તુટી જતા બસમાં નુકસાન પહોંચ્યું છે.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ