રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડમાં શક્તિ કૂલ 123 મતદારોએ નોટાનું બટન દબાવીને ઉમેદવારોને નકાર્યા.

રાજપીપળા, તા. 3
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડમાં શક્તિ કૂલ 123 મતદારોએ નોટાનું બટન દબાવીને ઉમેદવારોને નકાર્યા હતા. જેમા સૌથી વધુ નોટા ના મત નંબર 2માં 28 નોટા ના મત પડયા હતા .જ્યારે સૌથી ઓછા નોટા નામત વોર્ડનંબર ત્રણ અને 6 મા 10નોટા પડ્યા હતા.
જ્યારે વોર્ડનંબર 1 માં 12 ,પછી વોર્ડ નંબર 2 માં 28,વોર્ડ નંબર ત3 માં10,વોર્ડ નંબર 4મા 16, વોર્ડ નંબર 5 મા 22 , વોર્ડનંબર 6 માં 10 અને વોર્ડનંબર 7મા 25નોટા પર મતદારોએ બટન દબાવી તેમને પોતાના વોર્ડ મા ઉમેદવારી કરનાર એક પણ ઉમેદવાર પસંદ ન પડતા તેમણે નકાર્યા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા