ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે . 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે . આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે 2000 લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે , ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજાર લોકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે અને જો ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે . જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે .
Related Posts
આજે નર્મદામા કોરોનાનાં માત્ર બે (02) પોઝિટિવ કેસ નોંધાયા
આજે નર્મદામા કોરોનાનાં માત્ર બે (02) પોઝિટિવ કેસ નોંધાયા નર્મદા અત્યાર સુધીમા કૂલપોઝિટિ કૂલ 1788 કેસ નોંધાયા આજે વધુ 262ના…
પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં કરી જાહેરાત દેશના 80 ટકા નાના ખેડૂતો પર અમારુ ધ્યાન છે.
હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેલેન્જના પડકારોમાંથી આપણા ખેડૂતોને બચાવવા માટે ફ્યુસન પર અમારુ વિશેષ ધ્યાન…
ગરુડેશ્વર ખાતે થી અધિક માસ નિમિત્તે નર્મદા મંદિર નર્મદા પરિક્રમાનો પ્રારંભ.
ગરુડેશ્વર ખાતે થી અધિક માસ નિમિત્તે નર્મદા મંદિર નર્મદા પરિક્રમાનો પ્રારંભ. રાજપીપળા,તા.22 નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતેથી પવિત્ર અધિક માસ નિમિત્તે…