નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવી.

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 4 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ છે. ઓનલાઈન રંગોળી વર્કશોપ, યોગ વર્કશોપ, ડાન્સ વર્કશોપ, આર્ટ વર્કશોપ, હોમ એક્ટીવીટી, ડેઈલી લીવીંગ એક્ટીવીટી, એજયુકેશન ઉપરાંત જન્માષ્ટમી ઊજવણી, રક્ષાબંધન ઊજવણી, સ્વાતંત્ર દિવસ ની ઊજવણી,ઓનલાઈન ઉજવવામાં આવી, અને આજે ગણેશ ચતુર્થી ની ઊજવણી પણ ઓનલાઈન કરવામાં આવી.સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી ડો આપ્ટે સાહેબ ના ઘરે થનાર ગણેશ સ્થાપન નુ લાઈવ ટેલીકાસ્ટ કરાયુ,જેમાં બાળકો ઓનલાઈન જોડાઈ ગયા હતા અને ગણેશ વંદન નો લાભ લીધો હતો.