સુપ્રીમ કોર્ટે રેપ કેસના આરોપીને પૂછ્યું.”શું તમે રેપ પીડિતાની સાથે લગ્ન કરશો?”

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બોબડેએ મારાષ્ટ્ર સરકારના કર્મચારી અને રેપના આરોપીના જામીન અરજીની સુનાવણી કરતી વખતે તેને પૂછ્યું કે, શું તે એવી સ્ત્રી સાથે લગ્ન કરશે કે જેણે તેના પર 16 વર્ષની ઉમરે વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અમે તમને લગ્ન કરવા માટે મજબૂર નથી કરી રહ્યા” કોર્ટે તેને ધરપકડથી 4 અઠવાડિયાની સુરક્ષા આપી હતી.