તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકામાંનું પરિણામ, પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી થઈ 213

રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ છે. ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.