નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત

નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત

રાજપીપલા, તા 6

નાંદોદ તાલુકા નાના રાયપરાગામના ના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોતનીપજ્યું હતું. રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરિયાદી સારંગાબેન w/o દિલીપભાઇ વસાવા
એ નોંધાવેલી ફરિયાદ ની વિગત અનુસાર મરનાર દિલીપભાઇ શામળભાઇ વસાવા (ઉ.વ.૩૯ રહે. નાના રાયપરા તા.નાંદોદ)ને ગઇતા.૦૩/૦૬/૨૦૨૧ ના બપોર ના સુમારે તેમના દિકરા વિશાલભાઇ દિલીપભાઇ (ઉ.વ.૧૫) ને એઠું જમવાનું આપતા આ સારંગાબેન વસાવા તથા મરનાર બંન્ને પતિ-પત્ની વચ્ચે બોલા-ચાલી થતા મરનાર ને મનમાં લાગી આવતા ગામના બસ સ્ટેન્ડમાં જઈને પોતાની જાતે ઝેરી
દવા પી જતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બુલન્સ રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં લઇ આવતા સારવાર કરી વધુ સારવાર માટે વડોદરા S.S.G હોસ્પીટલ ખાતે દાખલ કરેલા અને સારવાર દરમ્યાનતેમનું મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા