યજ્ઞેશભાઈ દવેનું બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું સન્માન
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રવક્તા યગ્નેશભાઈ દવેની ગુજરાતના બ્રહ્મ સમાજના કન્વીનર તરીકે નિયુક્તિ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. જેને લઈ અમદાવાદ શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો લોકો દ્વારા ગાંધીનગર કમલમ ખાતે યગ્નેશભાઈ દવેનું હાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું તેઓને તેમની આ નિયુક્તિ બદલ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ડો શ્રદ્ધાબેન, ડો વિકાસ શુકલા, ડો મનીષ દુબે, મૉનુ મિશ્રા, શિવકુમાર શર્મા, આકાશ મિશ્રા, સંદીપ મિશ્રા, ગિરીશ મિશ્રા, ત્રિપાઠીજી-બાપુનગર, વિજય દુબે અને પત્રકાર સંજીવ રાજપૂત સહિત બ્રહ્મસમાજના અગ્રણીઓ, આગેવાનો, વહેપારીઓ, સહિત મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.