તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાનું અપહરણ.
વાલીની આરોપી સામે ફરિયાદ.
રાજપીપળા, તા.23
તિલકવાડા તાલુકાના રેંગણ ગામેથી સગીર કન્યાનું અપહરણ થતાં વાલીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. તિલકવાડા પોલીસ મથકે ફરિયાદી સગીર વય કન્યાના વાલીએ આરોપી રોહિતકુમાર સુરેશભાઈ વસાવા (રહે, રેંગણ ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી રોહિતકુમાર સુરેશભાઈ વસાવા (રહે,રેંગણ) ફરિયાદીની સગીર કન્યાને રાત્રિના સમયે પટાવી-ફોસલાવી લાલચ આપી કાયદેસરના વાલીપણા માંથી ભગાડી લઈ જય ગુનો કરતાં તિલકવાડા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા
રાજપીપળા નજીક રૂંઢ ભીલવાડા પાટીયા પાસે ટ્રેકટર અને મારુતિ સુઝુકી સાથે અકસ્માતમાં બેને ગંભીર ઇજા.
ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 23
રાજપીપળા નજીક રૂંઢ ભીલવાડા પાટીયા પાસે ટ્રેકટર અને મારુતિ સુઝુકી સાથે અકસ્માત નડતા એક એમાં એક મહિલા સહિત બેને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે ટ્રેક્ટર ચાલક સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી યુવરાજસિંહ ગોપાલસિંહ સોલંકી (રહે,રાજેન્દ્રનગર સોસાયટી, રાજપીપળા) એ આરોપી ટ્રેક્ટર નંબર જીજે 19 એએફ 2646 ના ચાલક સુનિલભાઈ જયંતીભાઈ વસાવા( રહે, મોલેથા તા.સિનોર જી.વડોદરા )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી સુનિલભાઈ રૂંઢ ભીલવાડા પાટીયા પાસે પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુવરાજસિંહની મારુતિ સુઝુકી સિલેરીયા ફોર વ્હીલ નંબર જીજે 22 એચ 2429 ની સાથે અથડાવી અકસ્માત કર્યો હતો.જેમાં યુવરાજસિંહને જમણા હાથના ભાગે ઈજા કરી તથા અદિતિબેન નિલેશભાઈ પંચોલીને જમણા ખભા તથા કોણીના ભાગની વચ્ચે ટ્રેક્ટર કરી તથા ડાબા આંખમાં તથા કપાળના ભાગે ઇજાઓ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા