*વાગડમાં વિધર્મીઓ દ્વારા હિંદુઓ પર જીવલેણ હુમલાનાં વિરોધમાં રેલી યોજી આવેદન અપાયું.: હિંદુઓમાં આક્રોશ*

*વાગડમાં વિધર્મીઓ દ્વારા હિંદુઓ પર જીવલેણ હુમલાનાં વિરોધમાં રેલી યોજી આવેદન અપાયું.: હિંદુઓમાં આક્રોશ*

– રમેશ ગોસ્વામી “સારથિ”

 

કચ્છમાં વિધર્મીઓ દ્વારા હિંદુઓ પર વધતા જતા હુમલાઓ થી સમસ્ત હિંદુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો તથા આ બાબતે ઘટતું કરવા આવેદન પત્ર આપવા માં આવ્યું હતું.

કચ્છના વાગડમાં વિધર્મીઓ દ્વારા જાનથી મારી નાખવાના ઇરાદાથી થયેલ હુમલામાં ઘાયલ શિકારપુર અને નારણસરીમાં હિન્દુ પટેલ સમાજના ભાઈઓને ન્યાય મળે તે માટે સમસ્ત સનાતન હિન્દુ સમાજના હજારો લોકોએ સાથે મળીને ભચાઉ Dysp શ્રી સાગરભાઈ સાબળા સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

તેમાં મોટી સંખ્યામાં મુંબઈ તથા રાપર અને ભચાઉ તાલુકાના ગામોમાંથી તથા સમગ્ર કચ્છ થી હિન્દુ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને આ પ્રકારના હુમલા બંધ થાય તથા જે હુમલાખોર છે તેને કડક સજા થાય, તેમના દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રવુતિઓ બંધ થાય તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ દ્વારા કરવા માં આવી હતી.આ કાર્યક્રમમાં પૂ. મહંત શ્રી દેવનાથ બાપુ, મહાદેવભાઈ વીરા, અશોકભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ રાવરિયા ,નરેન્દ્રસિંહ જાડેજા, ઉમિયાશંકર જોશી, વિકાસભાઈ રાજગોર, રવિન્દ્રભાઈ ગામી, વાઘજીભાઇ આહીર, રાણુભા જાડેજા, નાગજીભાઈ રબારી, ભાવેશભાઈ પટેલ, રાજાભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, રમેશભાઈ ચાંબરિયા ,ભવાનભાઈ પટેલ , સહિતનાં વિવિધ સામાજિક, રાજકિય, ધાર્મિક સંગઠનો નાં શ્રેષ્ઠીઓ જોડાયા હતા.આ બાબતે ઘટતું કરવા માંગ કરી હતી.