ભારતીય જનતાપાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલના રાજપીપળામા આગમન ટાણે જાણીતા વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપા મા જોડાયા.

ભારતીય જનતાપાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલના રાજપીપળામા આગમન ટાણે જાણીતા વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપા મા જોડાયા.

ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેસ પહેરાવ્યો.

રાજપીપળા તા.23

ભારતીય જનતાપાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલના રાજપીપળામા આગમન ટાણે જાણીતા પત્રકાર લેખકશિક્ષણ અને અનેક સમાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ દીપક જગતાપ ભાજપામા જોડાયા હતા.એપીએમ સી ખાતે સીઆર પાટીલ ની જાહેરસભામાં મંચ પરથી ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેસ પહેરાવી ભાજપા મા પ્રવેશ કરાવી પાર્ટી માઆવકાર્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા.પ્રદેશ ઉપપ્રમુખ ભારત સિંહજી પરમાર, માજી વન મંત્રી શબ્દશ રણ તડવી, મોતિસિઁહ વસાવા, માજી ધારાસભ્ય હર્ષદ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ
ઘનશ્યામ પટેલ સહિત ના વરિષ્ઠ આગેવાનોને પણ દીપક જગતાપ ના ભાજપા પ્રવેશ ને આવકારી તાળીઓથી વધાવી અભિનદન પાઠવ્યા હતા. તેમણે સૌનો આભાર પ્રગટ કર્યોહતો.
આ પ્રસંગે બુધ્ધિજીવીઓમા જાણીતા વરિષ્ઠ પત્રકાર,લેખક દીપક જગતાપ ભાજપામા જોડાયા હતા. સાંસદ મનસુખ વસાવાએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવી તેમને આવકાર્યા હતા.આ પ્રસંગે દીપક ભાઈએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પુષ્પ હાર પહેરાવી તેમનુ અભિવાદન કર્યુ હતું.

જેમને હમણા જ 2021નો નેશનલ લેવલ નો એક્ષીલન્સ એવોર્ડ એનાયત થયો છે. અને આ આગાઉ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યા છે. એવા દીપક જગતાપ સેવાભાવી અને રક્તદાતા પણ છે. જેમનું નામ ગુજરાત હુઝ હું અને એશિયા પેસીફીક હુંજ હું મા સ્થાન પામી ચુકયુ છે. જેમના 12થી વધુ વિજ્ઞાન અને અન્ય પુસ્તકો પ્રકાશિતથયા છે. અને ગુજરાત સરકાર દ્વારા જેમના પુસ્તકો એવોર્ડેડ થઇ ચૂક્યાછે. જેમના 2000થી વધુ લેખો
પ્રતિષ્ઠિત અખબારો, સામયિકોમા પ્રકાશિત થઇ ચૂક્યા છે. આકાશવાણી ઓલઇન્ડિયા રેડિયો પર, ટીવી પર તેમના કાર્યક્રમો પ્રસારિત થઇ ચૂક્યા છે એવા જાણીતા લેખક પત્રકાર દીપક ભાઈ જગતાપ નું આજે ભારતીય જનતા પાર્ટીમા સામેલ થતા શુભેચ્છકોએ તેમને આવકાર્યા હતા.

તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા