મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે કેવડીયા કોલોની ખાતે નવા બંધાનાર બસ સ્ટેશનનું કરાયેલું ઇ- ખાતમુહુરત.
રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર)ની ઉપસ્થિતિમાં કેવડીયા કોલોની ખાતે નવા બસ સ્ટેશનના ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો.
નવા બસટેન ના ભૂમિપૂજન અને ખાતમૂહૂર્ત સાથે તકતીનું અનાવરણ કરાયું.
રાજપીપલા,તા.2
ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા અંદાજે રૂા.૩૮૮.૬૩ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બંધાનારા નવા બસ સ્ટેશનના યોજાયેલા ઇ-ખાતમુહુર્તના વર્ચુઅલ કાર્યક્રમ અંતર્ગત કેવડીયા કોલોની ખાતે આજે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, શશારદાબેન તડવી, ઇન્ચાર્જ પ્રોગ્રામ વિભાગીય નિયામક એસ. પી. માત્રોજા, જિલ્લા એસ.ટી ડેપો મેનેજર પી.પી.ધામા, પદાધિકારીઓ,અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિ માં દિપ પ્રાગ્ટ્ય દ્વારા કાર્યક્રમ ખૂલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે ગુજરાતના અરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અંખડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને સાચી શ્રધ્ધાંજલી આપવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી આ જિલ્લાના લોકોને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. દેશ અને વિશ્વના લોકો કેવડીયા આવી રહ્યા છે ત્યારે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ કેવડીયા ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતુ.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, કોવીડ-૧૯ ની મહામારીમાં લોકોને સારી સવલતો મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટર પૂરા પાડ્યા જ છે તેની સાથોસાથ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ
સરકારે વેન્ટીલેટરો પૂરા પાડ્યા છે.તેમજ અનેકવિધ યોજના થકી લોકડાઉનના સમયમાં પણ લાભો લોકો સુધી પહોંચ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. નર્મદા દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કેવડીયા કોલોની ખાતે નવા બંધાનાર બસ સ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત પણ કરાયું હતું. આ પ્રસંગે સીધા કરાયેલા પ્રસારણમા એસ.ટી.નિગમનું નિદર્શન કરાયું હતું.
કેવું હશે નવું આધુનિક બસ સ્ટેશન ?
અત્રે એ ઉલ્લેખનિય છે કે, નવા બંધાનાર બસ સ્ટેશનમા મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, એડમીન રૂમ, કંટ્રોલરૂમ, કેન્ટીન (કિચન સહિત), વોટર રૂમ (આર.ઓ.સહિત), પાર્સલ રૂમ, સ્ટોલ કમ શોપ ( ૫ નંગ) , લેડીઝ રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત ), ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત ), વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે.પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેક્નીમ સુવિધા સહિત, ઇલેકટ્રીક રૂમ અને મુસાફર જનતા માટે શૌચાલય સહિત સગવડતા સાથે સુવિધા ઉપલબ્ધ કરાશે.
આ પ્રસંગે ગુજરાતના અરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, પદાધિકારીઓ/અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં નવા બસ સ્ટેશનના ભુમિપૂજન અને ખાતમુહુર્ત સાથે તકતીનું અનાવરણ કર્યું હતું.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા