તિલકવાડાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાને તિલકવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ.
રાજપીપળા,તા. 22
નર્મદાના તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં દીપડો બિમાર હાલતમાં જણાયો હતો. આ અંગે ગ્રામજનોએ તિલકવાડા ફોરેસ્ટ વિભાગની જાણ કરી હતી.તિલકવાડા ફોરેસ્ટર ના આરએફઓ વિક્રમસિંહ ગભાણીયા, હરદીપસિંહ ગોહિલ તથા અન્ય સ્ટાફના માણસો સાથે તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પહોંચી ગયા હતા.અને બીમાર દીપડાને રેસ્કયુ કરી તિલકવાડા પશુ ચિકિત્સાલય લઈ આવ્યા હતા.જ્યાં તેની ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે ધોબીકુવા સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નાંદોદ તાલુકાના અનેક ગામોમાં દીપડા અવાર-નવાર જોવા મળે છે.ખાસ કરીને રાતના સમયે લટાર મારતા દીપડા ક્યારેક ક્યારેક ગામમાં ઘુસી આવી મૂંગા પશુઓ નો શિકાર કરતા હોય છે. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.જો કે વનવિભાગ દ્વારા વારંવાર પાંજરા પણ ગોઠવવામાં આવે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા