નર્મદા કોરોનાના વધતા કેસો અટકાવવા પોલીસની તવાઈ.
જાહેરનામાના ભંગનો ગુનો કરનાર સામે સંખ્યાબંધ કેસો કરાયા.
રાજપીપલા,તા.7
નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા એતો અટકાવવા પોલીસે લાલ આંખ કરી જાહેરનામા ભંગનો ગુનો કરનાર સામે સંખ્યાબંધ કેસો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો વધતા જતા હોય સરકારના જાહેરનામાનો ભંગ કરી ટોળા વાળી ભીડ કરી કોરોના સંક્રમણ કરતા લોકો સામે નર્મદા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ગરૂડેશ્વર તાલુકાના અંકતેશ્વર ગામે જાહેરનામા ભંગ કરતાં ઈસમો સામે ફરિયાદી આર.એન. રાઠવા પોસઇ ગરુડેશ્વર એ આરોપી જશવંતભાઈ બલુભાઈ તડવી (રહે કોઠી કેવડીયા) સામે ફરિયાદ કરી છે જેમાં આરોપી જશવંતભાઈએ કોરોનાવાયરસનો જિલ્લા મેજિસ્ટ્રેટનો જાહેરનામાનો અમલ હોય સંક્રમણથી ફેલાય તેવું કૃત્ય કરી ગુનો કરેલ જ્યારે તિલકવાડા ના દેવલીયા ચોકડી ઉપર દુકાન પર ચાર થી વધુ લોકો ભેગા કરી ગુનો કરતા આરોપી ઇસ્તીખાર સબ્બીર આલન સુન્ની (હાલ રહે,દેવલીયા મૂળ રહે ઝૂમકીમુશારા તેડાગાછ કિશનગંજ બિહાર) સામે ફરિયાદ કરી છે. જેમાં આરોપી ઇસ્તીખાર પોતાની પાકીઝા તવાફ્રાય નામની દુકાનમાં ચારથી વધુ માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો.
એ ઉપરાંત કેવડીયાકોલોની ફુવારા સર્કલ પાસે જાહેરમાં બગીચામાં ગોળ કુંડાળુવળી જાહેરનામાનો ભંગ કરતાં ફરિયાદી પી. ટી.ચૌધરી પોસઇ કેવડીયા એ આરોપી જયંતીભાઈ રમેશભાઈ ડુંગરાભીલ, ધર્મેન્દ્રભાઈ વેચાણભાઈ ડુંગરાભીલ બંને (રહે, પીસાઈતા, તા નસવાડી જિ.છોટાઉદેપુર) રાહુલકુમાર મુકેશભાઈ તડવી, ધર્મેન્દ્રભાઈ દલસુખભાઈ તડવી બને (રહે પતરા ટાઈપ કેવડીયા કોલોની) સામે ફરિયાદ કરી છે. જેમાં આરોપીઓ કેવડીયાકોલોની ફુવારા સર્કલ પાસે ગોળ કુંડાળુંવળી માનવજીવનને સ્વાસ્થ્યને હાનિ થાય તેવું કૃત્ય કરી રોગચાળો ફેલાય તેવું કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
તથા અમેરિકાના નીકોલી ગામે જાહેરમાં ચારથી વધુ વ્યક્તિ ઊભા રહી જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધાયો છે.જેમાં આમલેથા પોલીસે આરોપી અક્ષયભાઈ અરવિંદભાઈ પટેલ, તેજસભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, ભાર્ગવકુમાર મહેશભાઈ પટેલ, હર્ષભાઈ મુન્નાભાઈ પટેલ તમામ (રહે, નિકોલી) કિરીટભાઈ પ્રજાપ્રતિ (રહે, નિકોલી)સામે ફરિયાદ કરી છે. જેમાં આરોપીઓએ કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી બિનજરૂરી અને અધિકૃત રીતે નીકળી ગામની બહાર મંદિરની સામે આવેલ વડની ઝાડ નીચે માસ્ક પહેર્યા વગર જાહેરમાં ટોળું વળી જાહેરનામાનો ભંગ કરી પકડાઈ ગયા હતા.
તો રાજપીપળા રંગ અવધૂત મંદિર પાસે વાહન માં 9 થી વધુ માણસો બેસાડી જાહેરનામા ભંગનો ગુનાની ફરિયાદ નોંધાય છે.તેમાં ફરિયાદી આઈ. આર.દેસાઈ રાજપીપળા પોલીસે આરોપી જગદીશભાઈ દિનેશભાઈ વસાવા (રહે, ગાડીત) ફરિયાદ કરી છે.તથા સેલંબા નવાપાડા રોડ આવેલા આશ્રમ શાળા પાસે જાહેરમાં ટોળું વળી જાહેરનામાનો ભંગ કરી પકડાઈ જતાં તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા