કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.

છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે..
કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.

પાછલા બારણે પીઠ પર ખંજર ભોંકનારાઓ જો લડવું હોય તો યુદ્ધના મેદાનમાં આવી જાવ: મનસુખ વસાવા

મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.

પણ પૈસા બનાવવોએ મારો ધર્મ નથી. પ્રજાની સેવા એ મારો ધર્મ છે.

રાજપીપળાને મારે મિની કાશ્મીર બનાવવું છે. રાજપીપળા ને ટેકાવાળી સરકાર નથી જોઇતી.

નગરપાલિકા મા ભાજપા ને સંપૂર્ણ બહુમતી આપો.

હું કોઈ પણ હિસાબે રાજપીપળા થી કેવડિયા અને કેવડિયાથી મુંબઈ સુધીની ટ્રેન ચાલુ કરવીને જ રહીશ.આ મનસુખ વસાવા નું વચન છે

રાજપીપળા: તા 22

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જાહેર સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતા. એમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને આડેહાથે લીધા હતા.અને વિરોધીઓ સામે આક્રમક શૈલીમા ખાસ કરીને કોંગ્રેસઅને બિટિપિ સામે આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.

રાજપીપળા પાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સાંસદ કેમ ચુપ છે એવા પ્રશ્નો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે રાજપીપળામાં કેટલાક દૂધના ધોયેલાઓ નિકળી પડ્યા છે. સો ચૂહે ખાકર બિલ્લી હજ્કો ચલી.પોતાની સામે નનામી પત્રિકા યુધ્ધથી સમસમી ઉઠેલા સાંસદે વિરોધીઓને આડે હાથે લેતા જણાવ્યુ હતું કે મારા નામે નનામી પત્રિકાઓ મોકલનારા શાનમાં સમજી જાવ, ઈંટનો જવાબ પથ્થરથી આપતા મને આવડે છે ચૂંટણી છે એટલે મને મર્યાદા નડે છે. મને બધા જ દાવ આવડે છે હું અભિમન્યુ નથી કે 6 કોઠા જ જાણું છું, મને 7 કોઠાનું જ્ઞાન છે અને 8 મો કોઠો પણ શીખી રહ્યો છું. મને બિલકુલ પણ છંછેડવાનો પ્રયત્ન કરતા નહિ, જો મને વધારે છંછેડશો તો મારી પાસે પણ તમારી કેસેટો છે ખોલતા બિલકુલ વાર નહિ લાગે.હું એવા નફ્ફટ અને નાલાયકોથી ગભરાતો નથી.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે માત્ર 1% લોકો રાજપીપળાને બાનમાં લે છે. રાજપીપળામાં કેવા આકાઓ હતા, નિર્દોષ લોકોને કોણ રંજાડતું હતું, ક્યાં વોર્ડમાં ક્યાં વિસ્તારમાં તલવાર-ધારીયા નીકળતા હતા અને સારા સારા વ્યક્તિઓ પર હુમલાઓ થતા હતા એ ભૂલતા નહિ.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળામાં ભાજપના રાજમાં જ શાંતિ આવી છે.
સાંસદમનસુખ વસાવાએ વધુ માજણાવ્યું હતું કે હું કોઈ અંગૂઠા છાપ સાંસદ નથી કે મને કોઈ વસ્તુની ખબર ન પડતી હોય.મેં ગુજરાત વિદ્યાપીઠ માંથી MSW કર્યું છે, મને IAS કક્ષાની નોકરી મળતી હતી પણ મેં રાજકારણમાં આવી સેવા કરવાનું પસંદ કર્યું.મારે જો ભ્રષ્ટાચાર જ કરવો હોત તો મારા અલગ અલગ જગ્યાએ મોટા મોટા બંગલાઓ હોત જમીનો હોત.હું નાક દબાવું તો કરોડો રૂપિયા બનાવી શકુ. પણ પૈસા બનાવવો એ મારો ધર્મ નથી. પ્રજાની સેવા એ મારો ધર્મ છે.મારી પર ખોટા ખોટા આક્ષેપો લગાવવાના બંધ કરો.

ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દેજણાવ્યુ હતું કે હાલ રાજકારણ ગરમાયુ છે.BTP કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે સરકારે કાચી એન્ટ્રીઓ ચૂંટણી પૂરતી રદ કરી છે, ત્યારે આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે BTP લોકોને ગેરમાર્ગે દોરે છે, સરકારે કાયમી એન્ટ્રીઓ રદ કરી છે.પાંચ વર્ષ બધી પાર્ટીઓ વાળા કેમ ચુપ બેસી રહ્યા? પાછલા બારણે પીઠ પર ખંજર ભોંકનારાઓ જો લડવું હોય તો યુદ્ધના મેદાનમાં આવી જાવ.છોટુ વસાવા આદિવાસીઓનો મસિહા નહિ પણ આદિવાસીઓને ઠગનારા છે, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા તો મારી માટે મચ્છર છે, એ તો કાચીડાની જેમ રંગ બદલે છે.ખોટી વાત કહેનારાઓને હું આ વખતે એમનું સ્થાન બતાવી દઈશ.ઈટ નો જવાબ પથ્થર થી આપતા મને આવડે છે. મનસુખ વસાવા પ્રજાને ગુમરાહ કરતા નથી. પ્રજાને ગાઇડ કરે છે. મને નાટક કરતા આવડતુ નથી.

રાજપીપળાને મારે મિની કાશ્મીર બનાવવું છે. રાજપીપળા ને ટેકાવાળી સરકાર નથી જોઇતી. માટે ભાજપા ને સંપૂર્ણ બહુમતી આપો. અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે થી કરાવીશું અને રાજપીપળાનો વિકાસ કરીશુ.
હું કોઈ પણ હિસાબે રાજપીપળા થી કેવડિયા અને કેવડિયાથી મુંબઈ સુધીની ટ્રેન ચાલુ કરવીને જ રહીશ.આ મનસુખ વસાવા નું વચન છે આ ટ્રેન ચાલુ કરવાની મારી જવાબદારી છે જો આ ટ્રેન ચાલુ નહિ થાય તો જાહેર જીવન છોડી દઈશ.
ભાજપ જ જિલ્લાનો વિકાસ કરી શકશે.હજી નર્મદા ગેસનીપાઇપ લાઈન આવી રહી છે. ભૂગર્ભ ગટર યોજના પણ હું ચાલુ કરાવીશ.હાલ ગટરો ખુલ્લી છે. તેનાથી મચ્છરો અને ગંદકી ફેલાય છે. તેમાથી પ્રજાને મુક્ત કરાવીશ.

તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા