અગત્યનું…. મતગણતરી
તારીખ 23 ફેબ્રુઆરી 2021ના રોજ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાનાર છે…
આ મત ગણતરી માં પ્રવેશ માટે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે… બંને સ્થળે મીડિયાના મિત્રોના પ્રવેશ માટે
જનરલ એન્ટ્રીના સ્થળે એક અલગ બેરીકેટ બનાવવામાં આવી છે, જેમાંથી થર્મલ ગન દ્વારા તપાસ કરીને પ્રવેશ આપવામાં આવશે… મીડિયાના મિત્રોને મિડીયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવી છે… કેન્દ્રમાં અન્ય જગ્યાએ મોબાઈલ લઈ જવાશે નહીં…
બંને જગ્યાએ 08:30
કલાકે તંત્ર દ્વારા નક્કી કરેલી જગ્યાએ મત ગણતરી રૂમની
બહારથી ફોટો વિઝ્યુઅલ લઈ જવાની વ્યવસ્થા કરાશે એ સિવાય અન્ય કોઈ જગ્યાએથી ફોટો કે શૂટિંગ ન કરવા નમ્ર વિનંતી… ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે મિત્રો સહકાર આપશે એવી અપેક્ષા આભાર….