મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી રામભાઈ મોકરિયાને સાંસદ જાહેર થતા અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી રામભાઈ મોકરિયાને સાંસદ જાહેર થતા અભિનંદન પાઠવ્યા

ન્યૂઝ: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજયી બનવા બદલ શ્રી રામભાઈ મોકરિયાને અભિનંદન પાઠવી તેઓ સાંસદ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડે અને પોતાના વિસ્તારને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે.
મારુતિ કુરિયરના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી અન્વયે રાજકોટ પધારેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમની તબિયતના ખબરઅંતર પૂછી જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ બને તેવી શુભકામના પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ શ્રી રામભાઈને રાજ્યસભાના સભ્ય તરીકે વિજયી બનો તેવા વિશ્વાશ વ્યક્ત કર્યો હતો.
આ સાથે મતદાન માટે રાજકોટ પધારેલા કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ શ્રીરામભાઈ મોકરિયાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમને રાજકીય કારકિર્દીમાં ખુબ આગળ વધી રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.
બ્રહ્મ સમાજના અગ્રણી અને તેમની કુશાગ્ર બુદ્ધિ અને નિષ્ટા થકી સમગ્ર દેશમાં અગ્રીમ ”મારુતિ” કુરિયરના મલિક રામભાઈ મોકરિયાએ ખુબ નાની વયે કઠોર પરિશ્રમ થકી આ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. શ્રી રામભાઈ રાજકોટમાંથી રાજ્ય સભાના સાંસદ જાહેર થતા હવે તેઓ લોકસેવાના કાર્યમાં સમર્પિત બને તેવી અભ્યાર્થના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.