ચીનમાં કોરોનાના કારણે જીરૂના નિકાસને અસર જીરાના ભાવમાં 40 રૂપિયાનો કડાકો

ચીનના કોરોના વાયરસની અસરતળે જીરુ પણ ધીરુ પડી ગયું છે. એક સમયે ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના સોદાના અભાવે મંદીમાં સપડાઇ ગયું છે તો માત્ર જીરુ જ નહીં પણ અન્ય કોમોડીટીમાં પણ કોરોનાના કારણે કમઠાણ સર્જાઇ છે.જીરાનું હબ ગણાતું ઊંઝા હાલમાં જીરાના ભરાવાના કારણે ઉભરાયુ છે. મહેસાણામાં જીરાનો ભરાવો થવાનું કારણ ચીનનો કોરોના વાયરસ છે.હાલમાં ચીનમાં કોરોના વાયરસની અસર તળે બજારો બંધ છે. જેથી વર્ષ 50 હજાર ટન જીરાની જ્યાં નિકાસ થાય છે તે ચીનમાં હાલમાં છેલ્લા ઘણા સમયથી નિકાસ બંધ છે