જસ્ન એ રેખતા ફેસ્ટિવલ જોતાં અચાનક એક પ્રશ્ન થયો, આપણે ડાબેથી જમણી તરફ લખીએ છીએ તો આ જમણીથી ડાબી બાજુ કેમ લખતાં હશે, જવાબ તો ગુગલ દેવ જ આપી શકે. જ્યારે ગુગલ દેવ પાસે જવાબ શોધવા નીકળ્યો ત્યાં ઘણું નવું જાણવા મળ્યું.
માત્ર ઉર્દુ જ નહીં પણ અરબી, હિબ્રુ, પર્શિયન અને સિંધી જેવી ભાષા પણ ડાબેથી જમણી તરફ લખવામાં આવે છે.
આપણી પહેલી લિપિ કે જે સિંધુ લિપિ પરથી જે લિપિ આવી એ બ્રાહ્મી લિપિ પણ જમણી બાજુથી ડાબી તરફ લખવામાં આવતી હતી. સમ્રાટ અશોકના સમયમાં જે શીલાલેખ લખાતા તેમાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ થયો છે. ભારતના કેટલાક વિસ્તારોમાં છેક છઠ્ઠી સદી સુધી પ્રચલિત હતી. આમ તો ભગવાન બુદ્ધથી માંડીને ચીન સુધી પ્રાચીન યુગમાં આ લિપિ ફરી આવી છે. બ્રાહ્મી લિપિમાંથી જ દેવનાગરી, ઉડિયા, દક્ષિણ ભારતની પ્રમુખ લિપિઓ, તિબ્બતી કે નોર્થ ઇસ્ટ દેશો સહિત આપણી, યસ આપણી ગુજરાતી લિપિ પણ આવી. છેક કોરિયાના મૂળમાં પણ બ્રાહ્મી જ છે. બ્રાહ્મી જેવી જ સમ્રાટ અશોકના સમયમાં એક લિપિ પ્રચલિત થઇ હતી, જેનું નામ હતું ખરોષ્ટિ. આ લિપિ એક રીતે કહી શકાય કે એક નાના એલિટ વર્ગમાં પ્રચલિત થઈ, અશોકના શીલાલેખમાં, હાલના પાકિસ્તાન તરફના વિસ્તારમાં તેમજ વિદેશી વર્ગમાં બીજી ત્રીજી સદી સુધી પ્રચલિત હતી પણ આ લિપિ પણ જમણેથી ડાબી બાજુ લખાતી હતી. પ્રશ્ન એ થાય છે કે આપણી મૂળ લિપિ જો જમણીથી ડાબી તરફ લખાતી હતી, તો આધુનિક લિપિઓ ડાબીથી જમણી તરફ કેવી રીતે થઈ હશે?
Deval Shastri🌹