રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ આજ નો કાર્યક્રમ

રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ આજ નો કાર્યક્રમ .
રોડશો ,બાઈક રેલીઅને જાહેર સભાનું આયોજન ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાશે.
સ્ટેશન રોડ પર આવતા તમામ મકાનો પરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હરસિધ્ધિ માટે દર્શન કરવા જશે.
જીપની પાછળ અને લગભગ 400 બીઈક રેલીનો કાફલો.
એપીએમસી ખાતે જાહેર સભાને પ્રદેશ અધ્યક્ષ સંબોધન કરશે.
રાજપીપળા, તા.20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સ્ટાર પ્રચારક ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહેલી વાર રાજપીપળા પધારી રહ્યા છે તેમના સ્વાગતમાટેની તડામાર તૈયારી શરૂ કરવામા આવી છે.
નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 21/2/2021ના રવિવાર ના રોજ રાજપીપલા ખાતે બપોરે 2 વાગે ભીલરાજાની પ્રતિમાથી ભવ્ય રોડ શો કરશે. નીકળશે.જેમા મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ જોડાશે.આ રોડ શો સૂર્ય દરવાજા થી સ્ટેશન રોડ થઈને માં હરસિદ્ધિ ના આશીર્વાદ લઈને જિન કમ્પાઉન્ડ માં 4 વાગે જાહેરસભા યોજાશે. જેમા પાર્ટીના કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહેશે.જેમા રાજપીપળા ,નર્મદાના બુધ્ધિજીવીઓ ભાજપમાં જોડાશે.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આગામી 21 ફેબ્રુઆરી વારે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવનાર છે.ત્યારે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.જે માટે જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા મહામંત્રી નીલ રાવ એ માર્ગદર્શન આપ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ પાટીલ રવિવારે બપોરે 4 કલાકે રાજપીલા હેલિપેડ પર આવી પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દવારા તેમનું સ્વાગત કરાશે.અને ત્યાંથી તેઓ ભીલરાજાના સ્ટેચુએ આવી. ભીલરાજાને પ્રણામ ફુલહાર કરશે. ત્યાર ઓ લાલટાવર પાસે જશે જ્યાં વોર્ડના આગેવાનો અને લઘુમતી સમાજદ્વારા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવશે.ત્યાંથી જ એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે . જેમાં તાલુકા દીઠ ક્રમબદ્ધ બાઈક દવારા કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને બાઈક રેલી નીકળશે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાશે.રેલી આગળ સૂર્ય દરવાજા પહોંચશે જ્યાં રાજપુતસમાજ અને અન્ય કાર્યકરો દ્વારાપ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવશે.ત્યાંથી રેલી સફેદ ટાવરે પહોંચશે .જ્યાં સ્થાનિકો અને ઉમેદવારો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.ત્યાંથી બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પાસે અને નાગરિકબેંક પાસે પણ સ્વાગત બાદ રેલી માછીવાડ પહોંચશે.અને ત્યાં પણ સ્વાગત બાદ સી.આર.પાટીલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરી હરસિદ્ધિ માટે દર્શન કરવાજશે.જ્યાં રેલી પૂર્ણ થશે.ત્યાર બાદ એપીએમસી ખાતે સાંજે 5 વાગે જાહેર સભાને પ્રદેશ અધ્યક્ષ સંબોધન કરશે.
રાજપીપળામાં નીકળનાર અત્યાર સુધીની શૌથી લાંબી રેલીમાં ભાજપનો ધ્વજ લગાવવામાં આવશે.તો સાથે જ સ્ટેશન રોડ પાર આવતા તમામ મકાનો પરથી પુષ્પ વર્ષ પણ કરવામાં આવશે. સી.આર. પાટીલની રેલી માટે ખાસ ખુલ્લી જીપ સજાવવામાં આવશે.આ જીપ ની પાછળ અને આગળ લગભગ 400 બાઈક રેલીનો કાફલો હશે .તથા જિલ્લાના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાશે.કોરોનાની મહામારી વચ્ચે સાવચેતીના તમામ નિયમો સાથે રેલીનું આયોજન કરાશે.
તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા