નાંદોદ તાલુકાના નાના ખુંટાઅંબા ગામે બસ સ્ટેન્ડ પાસે હાઇવે પર ટ્રક અને મોટરસાયકલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા.

નાંદોદ તાલુકાના નાના ખુંટાઅંબા ગામે બસ સ્ટેન્ડ પાસે હાઇવે પર ટ્રક અને મોટરસાયકલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા.
રાજપીપળા, તા.20
નાંદોદ તાલુકાના નાનાખુંટાઅંબા ગામે બસ સ્ટેન્ડ પાસે હાઇવે પર ટ્રક અને મોટરસાયકલ વચ્ચે નડેલા અકસ્માતમાં બેને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી મહેશભાઈ પરાગભાઈ વસાવા (રહે,નાના રાયપરા) એ હાઇવા ટ્રક નંબર ડીએન 09 એસ 2926 ના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી પોતાની કબજાની ટ્રક નંબર ડી એન 09 એસ 9226 નાના ખુંટાઆંબ ગામે પોતાની ભરી રીતે હંકારી લાવી ફરિયાદી મહેશભાઈની મોટરસાયકલ નંબર જીજે 22 કે 1190 સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં તેઓના ડાબા પગના ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી. તથા કિશનભાઇ દિલીપભાઈ વસાવાની જમણા પગે ઇજા પહોંચાડી પિક્ચર કરી તથા શરીરે ઇજા પહોંચાડી નાસી જતાં અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા