*મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત*

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ બેકાબૂ બની ગઈ છે. CAA સામે થઈ રહેલા પ્રદર્શનમાં સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે દિલ્હીમાં મૌજપુરમાં જોરદાર પથ્થરમારા બાદ કેટલીક ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે અને ભજપનપુરામાં એક પેટ્રોલપંપ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા