નર્મદાના ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલ ના વળાંક પાસે રોડ ઉપર ટ્રક ચાલકે મોટરસાયકલને અઠાડી અકસ્માત કરતા મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત.
મહિલાના માથા ઉપર ટ્રકનું ટાયર ચડાવી દેતા મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.
રાજપીપળા,તા. 19
નર્મદાના ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલના વળાંક પાસે રોડ ઉપર ટ્રક ચાલકે મોટરસાયકલને અઠાડી અકસ્માત કરતા પાછળ બેસનાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.મહિલા નીચે પડી જતા મહિલાના માથામાં ઉપર ટ્રકનું ટાયર ચડાવી દેતા મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું.આ અંગે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી જયેશભાઈ રતનભાઇ વસાવા (રહે,ગાજરગોટા,ભગત ફળિયા ) એ ફૈસલ વાહેદ ખાન (રહે,કમાન મહોલ્લા ખુલ્તાબાદ,ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી ફૈસલે પોતાના કબજાની ટ્રક નંબર એમએમ 20 ઈએલ 4218ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દેડીયાપાડા મુવી સ્ટેટ હાઇવે રોડ ઉપર ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલ ના વળાંક પાસે રોડ ઉપર ફરિયાદી જઈને મોટરસાયકલ નંબર જીજે 22 એમ 6760 ને પાછળથી ટક્કર મારી અકસ્માત કરેલ છે. જેમાં મોટરસાયકલ પર બેસેલ તેઓની પત્ની રેખાબેન જયેશભાઈ વસાવાની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ નીચે પડી જતા રેખાબેનના માથા પર ટ્રકનું ટાયર ચડાવી દેતા રેખાબેન નું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા