પ્રોહિબિશનના ગુના કામના વધુ 2આરોપીઓ પાસામાં ધકેલાયો.

પ્રોહિબિશનના ગુના કામના વધુ 2આરોપીઓ પાસામાં ધકેલાયો.
નર્મદા એલસીબી તથા ગરૂડેશ્વર પોલીસ નું ઓપરેશન.
રાજપીપળા,તા. 19
નર્મદા જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓ પાસામાં ધકેલવા યા છે.નર્મદા એલસીબી તથા ગરુડેશ્વર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુનેગારો ઝડપાયા છે.જેમાં જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરવાના ઈરાદે પકડાયેલા આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંનેવ (રહે,શહેરાવ પટેલ ફળિયુ )પ્રવૃત્તિને ડામવા સારું એ. એસ.વસાવા પોસઈ ગરુડેશ્વર નાઓ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાને મોકલાતા સામાવાળા ભુપેન્દ્રસિંહ વિરુદ્ધ ગુનાઓ એ પાસા હેઠળ અટક કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલવા સારું હુકમ કરેલ તેમજ રાજેન્દ્રસિંહ વિરુદ્ધ ગુણોને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ઓએ પાછા હેઠળ અટક કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં સારું હુકમ કરતા બંને સામાવાળાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના પોલીસ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે અનુક્રમ પાલનપુર જિલ્લા જેલ તથા સુરજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા