ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ રાજપીપળા મા આગમન
ચૂંટણી પ્રચાર માટે ભવ્ય રોડશો અને જાહેર સભાનું આયોજન
રાજપીપળા, તા 19
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના સ્ટાર પ્રચારક ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહેલી વાર રાજપીપળા પધારી રહ્યા છે તેમના સ્વાગતમાટેની તડામાર તૈયારી શરૂ કરવામા આવી છે .
નર્મદા જિલ્લા પ્રમુખ
ઘનશ્યામભાઈ પટેલના જણાવ્યા અનુસાર
તારીખ 21/2/2021 ના રવિવાર ના રોજ રાજપીપલા ખાતે બપોરે 2 વાગે ભીલ રાજા ની પ્રતિમાથી ભવ્ય રોડ શો કરશે.નીકળશે. જેમા મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ જોડાશે.આ રોડ શો સૂર્ય દરવાજા થી સ્ટેશન રોડ થઈને માં હરસિદ્ધિ ના આશીર્વાદ લઈને જિન કમ્પાઉન્ડમાં 4 વાગે જાહેર સભા યોજાશે.જેમાપાર્ટી ના કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહેશે .જેમા રાજપીપળા ,નર્મદાના બુધ્ધિજીવીઓ ભાજપમાં જોડાશે.
તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા