નર્મદાના તિલકવાડા ખાતે ખાતર વિતરણની રામાયણ
ખાતર ડેપોમાથી ખેડૂતોને યુરિયા ખાતર સાથે સલ્ફેટ ફોસ્ફેટ ખાતર લેવા કરાતું દબાણ કરતા ખેડૂતો વિફર્યા.
તિલકવાડા સરપંચ સહિત ગામના ખેડૂતોએ મામલતદારઅને ખેતીવાડી અધિકારીનેઆપ્યું આવેદન
રાજપીપલા,તા25
નર્મદાના તિલકવાડા ખાતે
ખાતર ડેપોમાથી ખેડૂતોને યુરિયા ખાતર સાથે સલ્ફેટ ફોસ્ફેટ ખાતર લેવા કરાતું દબાણ કરતા ખેડૂતો વિફર્યા હતા.આ અંગે તિલકવાડાના સરપંચ સહિત ગામના ખેડૂતોએ મામલતદાર અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
નર્મદા જિલ્લામા હાલ ખેતીની સિઝન જામી છે.નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે. અહીંના મોટાભાગના આદિવાસીઓ ખેતી ઉપર નભે છે. હાલ ખેડૂતો વાવેતરમાં જોતરાયા છે. ત્યારે ખાતર ડેપો માં ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી રહ્યા છે.ત્યારેહાલ તિલકવાડા ખાતે આવેલ ખાતર ડેપોમાંથીખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે ત્યારે ખાતર
ડેપોના સત્તાવાળાઓ ખેડૂતોને
યુરિયા ખાતરની સાથે ફોસ્ફેટ અને સલ્ફેટ ખાતર લેવા માટે જબરજસ્તી દબાણ કરી રહ્યા છે. જેની સામે ખેડૂતો રોષે ભરાયાછે. જે બાબતે ખેડૂતોનું શોષણ કરાતુંહોવાની બૂમ ઉઠી છે.ત્યારે આ બાબતે તિલકવાડા તાલુકા સરપંચ પરિષદના પ્રમુખ અરુણભાઈ તડવી દ્વારા ખેડૂતો સાથે તિલકવાડા મામલતદાર તેમજ ખેતી અધિકારીને આવેદનપત્રઆપવામાં આવ્યું છે.
સરપંચ અરુણ તડવીએ જણાવ્યું હતું કે તિલકવાડા અને દેવલીયામા ખાતર કેન્દ્રો ખાતે ખેડૂતો જ્યારે યુરિયા ખાતર લેવા માટે જાય છે ત્યારે તેઓને સલ્ફેટ અને ફોસફેટ ખાતર લેશો તો જ યુરિયા મળશે તેમ દબાણ કરવામાં આવેછે.જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કોરોના કાળથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે જિલ્લા કલેકટર યોગ્ય તપાસ કરેઅને ખેડૂતોને જેની જરૂરિયાત હોય તે જ ખાતર આપે અને બિન જરૂરી ખાતર માટે ખોટું દબાણ ન કરે તેની માંગ કરી હતી
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા