રાજપીપલા મા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું
રાજપીપલા, તા15
રાજપીપલા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાન કમલેશ પટેલે કલેકટરને આવેદન આપ્યુંછે
જેમાં જણાવ્યું છે કે રાજપીપલા હરસિધ્ધિમાતાના મંદિર ની સામે આવેલ બાલાપીર દરગાહની
ટ્રસ્ટની જમીન આવેલ છે. તે ટ્રસ્ટીઓ એમની હદ છોડીને બીજી એમની જમીનને અડીને આવેલ સરકારી જમીન
તથા બીજા ઘણા લોકોના સર્વે નંબર આવેલા છે. અને આ સરકારી જમીનમાંથી વર્ષો થી રાજપીપલાની ગર
લાઇનનું પાણી, વરસાદી પાણી જાય છે. અને રાજપીપલા હરસિધ્ધિમાતાના તળાવનું પાણી પણ આ ગરનાળા માં
થઇને જાય છે. આ જમીન સરકારે કોઈ સરકારી બાંધકામ કરવા માટે એકવાયર કરેલ છે. હાલમાં જે
હરસિધ્ધિમાતાના મંદિર રોડ પર જે કેબીનો મુકવામાં આવે છે. તેની પાછળનું કોતેડું પાણી નિકળવાનો રસ્તો છે.
આ જમીન આ બાલાપીર દરગાહ વાળા ખોટી માપણી કરીને બાંધકામ ચાલુ કરેલ છે. તેને તાત્કાલીક રોકવા માટે
ત્વરીત કાય,વાહી કરવાની માંગ કરી છે.
જો ઓ ગેરકાયદેસર દબાણ હટાવવામાં અને બાંધકામ અટકાવવામાં આવે નહી તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે
.તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા