*રાધનપુર તાલુકા પંચાયતમાંથી દારૂની ખાલી બોટલો મળતા વિવાદ*

રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૃ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન સામે આવેલ કચેરીમાં મદીરાપાનની મહેફીલો જામતી હોવા છતાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ સામે કાર્યવાહી ના કરાતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે