ચાલુ વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે નર્મદા પરિક્રમા પણ બંધ હોવાથી આજે ભક્તો મોટી સંખ્યામાં નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન કરવા અને નર્મદા નું પૂજન કરવા ઉમટી આવ્યા.

ચાલુ વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે નર્મદા પરિક્રમા પણ બંધ હોવાથી આજે ભક્તો મોટી સંખ્યામાં નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન કરવા અને નર્મદા નું પૂજન કરવા ઉમટી આવ્યા.

નર્મદામાં મોટી હોડી ને શણગારી તેમાં મસાલા સાથે દીવડા મૂકીને 1001 દીપદાન કરી 1001 દીવડા પ્રગટાવી નર્મદામાં છોડાતા અદભૂત દ્રશ્યો સર્જાયા.

માંગરોળના ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા તટે જઈને નર્મદા પૂજન કરાયું હતું અને 1100 દીવડાઓ પ્રગટાવી નર્મદામાં પડતા મુકાયા.

નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પુણ્ય સલિલામા નર્મદા જયંતી ઉજવાઇ.

રાજપીપળા,તા. 19

આજે નર્મદા જયંતિ સમગ્ર નર્મદા માં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ જવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે નર્મદા પરિક્રમા પણ બંધ હોવાથી આજે ભક્તો મોટી સંખ્યામાં નર્મદા નર્મદા સ્નાન કરવા અને નર્મદા પૂજન કરવા ઉમટી આવ્યા હતા.સવારથી સાંજ સુધી નર્મદા પૂજન સહિત નર્મદા જયંતિ ના ધાર્મિક કાર્યક્રમોની ભરમાર આજે રહી હતી.
જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ મા નર્મદા જયંતી એ નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. જેમાં નાંદોદ તાલુકાના નર્મદા તટે આવેલ ગુવાર ખાતે રામાનંદ આશ્રમમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં નર્મદે હર નારા સાથે અને નર્મદાષ્ટકમના નાદ થી નર્મદા કિનારો ગૂંજી ઊઠયો હતો. તેમાં ગુવાર ગામે નર્મદા માં મોટી હોડી ને શણગારી તેમાં મસાલા સાથે દીવડા મૂકીને 1001 દીપદાન કરી 1001 દીવડા પ્રગટાવવામાં આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. સાથે આજુબાજુના ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામી અભિરામદાસત્યાગી દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં નર્મદા પૂજન અને આરતી કરી નર્મદાષ્ટક બોલાવાયા હતા.આ પ્રસંગે ભક્તો દ્વારા ઘણી બધી સાડી ,ચુંદડીઓ નર્મદામાં ચઢાવી હતી. તેમ જ કંકુ, ચોખા, મંગળસૂત્ર તથા સાડી નર્મદા મૈયા ને અર્પણ કરી નર્મદા પૂજન કરાયું હતું.
જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામે નર્મદા તટે આવેલ ધોળેશ્વર મહાદેવના મંદિરના મહંત જાનકીદાસ મહારાજ સ્વામી સહજાનંદ મહારાજ તથા સાધુ સંતો તથા મંગળના ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા તટે જઈને નર્મદા પૂજન કરાયું હતું.અને 1100 દીવડાઓ પ્રગટાવી નર્મદામાં તરતા મૂક્યા હતા આ પ્રસંગે નર્મદા મૈયાની ચૂંદડી અર્પણ કરાઇ હતી.
એ ઉપરાંત સિસોદ્રા ઓરી ઉપરાંત ગરુડેશ્વર દત્ત મંદિર પાસે નર્મદા ઘાટ,ગોરા આનંદ આશ્રમ, હરિધામ આશ્રમ વગેરે નર્મદા તટે નર્મદા જયંતિ ના કાર્યક્રમો ઉજવાયા હતા.આ પ્રસંગે નર્મદા જયંતિ ના પાવન અવસરે અસંખ્ય શ્રદ્ધાળુઓ અને નર્મદામાં ડૂબકી લગાવી નર્મદા સ્નાનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા