ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ. બીજેપી દ્વારા સંપર્ક, રેલી પર જોર..

સલગ: ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ. બીજેપી દ્વારા સંપર્ક, રેલી પર જોર..

લોકેશન: જામનગર

વિઓ: રાજ્યમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજેપી દ્વારા ઘેર ઘેર સંપર્ક અને રેલી યોજી મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.

વિઓ: રાજ્યમાં મનપા ચૂંટણી માટે આજે અંતિમ દિવસ છે ત્યારે તમામ વિવિધ પક્ષો દ્વારા એડીચોટી નું જોર લગાવવામાં આવી રહ્યું છે અને મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે એ પછી રોડ શો હોય બાઇક રેલી કે પછી ઘેર ઘેર જઇ લોક સંપર્ક દ્વારા પ્રચાર કરી રહ્યા છે. જામનગરના ગુલાબ નગર વોર્ડ 11 ના બીજેપીના ઉમ્મદવારો ધર્મરાજસિંહ જાડેજા, તપન જશરાજ પરમાર અને અન્ય બે ઉમેદવાર દ્વારા વિસ્તારમાં મોટી બાઇક રેલીનું આયોજન કરી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. તો વોર્ડ નંબર 10 કડીયાવાડ ખાતે આશાબેન નટુભાઈ પરમાર સહિત ચારેય ઉમેદવારો ઘેર ઘેર જઇ લોકસંપર્ક દ્વારા મતદાન કરવા અપીલ કરતા નજરે જોવા મળ્યા હતા. તો અન્ય વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવાર શુભાષ જોશી સહિત ઉમ્મદવારોએ જંગી રેલી વિસ્તારમાં નીકાળી હતી તો બીજી તરફ વોર્ડ નંબર 8માં દિવ્યેશભાઈ અકબરી સહિત વોર્ડના બીજેપી ઉમેદવારોએ જંગી બાઇક રેલીનું આયોજન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને સમી સાંજે વોર્ડ નંબર 2 માં યુવા મહિલા ઉમેદવાર ડિમ્પલબેન રાવલ સહિત ચારેય ઉમેદવારોએ વિસ્તારના લોકો સાથે જંગી સભા સંબોધી હતી જેમાં જામનગર ના સાંસદ પૂનમબેન માડમ અને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય પક્ષો પર આકરા પ્રહાર કરતા ભાજપને વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી હતી અને દરેક વ્યક્તિ દ્વારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ઉમેદવારો દ્વારા પ્રજાના કામોને લઈ તેમના પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરી તમામ કામોને પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પ્રચારનો છેલ્લો દિવસ છે જામનગર મનપા માટેના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ સાચી હકીકત તો પ્રજા જ્યારે મતદાન કરશે અને પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે કે કોણ વિજયી બનશે. પ્રજા માટે એ જરુરી છે કે મતદાન કરવું એ આપણો અધિકાર છે અને તે મત કોના માટે હોવો જોઈએ એ વિસ્તારની પ્રજા જ વધુ સારી રીતે જાણી શકે. આવો સાંભળીએ વિવિધ વિસ્તારોના મનપા માટે બીજેપીના ઉમેદવારોની પ્રતિક્રિયાઓ..