ચાણોદ નર્મદા તટે નર્મદા જયંતિ એ નર્મદાયાગ યજ્ઞ યોજાયો.
મલ્હાર ઘાટ પર 100 મીટર લાંબી સાડી ચુંદડી નાવડીઓ દ્વારા નર્મદા મૈયા ને અર્પણ કરાઇ.
નર્મદા ગરીબીમાં અભિયાન દ્વારા નર્મદા પરિક્રમા કરી નર્મદાની સ્વચ્છતા, ભવ્યતા અને દિવ્યતા વધે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા.
ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે.ભરૂચમાં નર્મદા દરિયામાં ઘૂસી ગઈ છે. નર્મદા નર્મદા ડેમ અને વિયર ડેમને કારણે નર્મદા સુકાઈને હાડપિંજર બની છે. – કિરણ અકોલકર.
રાજપીપળા,તા.19
આજે નર્મદા જયંતિ અવસરે ચાણોદ ખાતે આવેલ નર્મદા તટે નર્મદાયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં મલ્હાર ઘાટ પર 100 મીટર લાંબી સાડી ચુંદડીને નાવડીઓ દ્વારા આ કિનારેથી સામે કિનારા સુધી લઈ જઈ નર્મદા મૈયા ને સાડી અર્પણ કરાઇ હતી.ચાંદોદ ખાતે આજે નાવિક સમાજ તરફથી તથા માછી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક નર્મદા જયંતી ઉજવાઇ હતી. જેમાં નર્મદા કિનારે મુકેલ નાગણીઓને સરસ રીતે શણગારવામાં આવી હતી.એ ઉપરાંત ભંડારો તથા કન્યા ભોજન પણ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નર્મદા ગરિમાના સંયોજક કિરણ અકોલકરની આગેવાની સ્થળ કોરોના કાર્ડ માં નર્મદાની પવિત્રતા સ્વચ્છતા અને પર્યાવરણ જળવાઇ રહે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો પ્લેકાર્ડ સૂત્ર સાથે નર્મદા બચાવવા માટે રાજપીપળા, માલસર,ગરુડેશ્વર,નારેશ્વર વગેરે જગ્યાએ ટેમ્પામાં જઇ નર્મદા પરિક્રમા કરી નર્મદાની સ્વચ્છતા ભવ્યતા અને દિવ્યતા વધે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. તે દિવસની નર્મદા પરિક્રમા નર્મદાનો મહત્મય સમજાવ્યું હતું. અને જો પર્યાવરણની રક્ષા નહીં કરીએ તો કોરોના માંથી બચી શકીશું નહીં જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી પવિત્ર નર્મદા નદી ભરૂચ નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની દુર્દશા બેઠી છે. ભરૂચમાં નર્મદા દરિયામાં ઘૂસી ગઈ છે.નર્મદામાં નર્મદા ડેમ અને વિયર ડેમને કારણે નર્મદા સુકાઈને હાડપિંજર બની છે.જેને કારણે હજારો હિંદુઓ અને શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી હોય નર્મદાને જીવંત રાખવાની નર્મદા અને ખળખળ વહેતી રાખવાની માંગ કરી હતી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા