રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે બે પૂર્વ પ્રમુખ અને 4 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ.

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે બે પૂર્વ પ્રમુખ અને 4 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ.
પોતાના વોર્ડ મા કામો ના થતા અને વેરા વિરોધ ને કારણે પ્રજા વિરોધ ખાળવા વોર્ડ બદલવાનો વારો આવ્યો.
અન્ય બે પૂર્વ પ્રમુખો સહિત કૂલ 11 કોર્પોરેટરો ફરીથી મેદાન મા.
બાકીના નવોદિત ઉમેદવારો ની સંખ્યામા વધારો.
અપક્ષ ઉમેદવારો નો રાફડો ફાટ્યો.
ભાજપાને અપક્ષો નો ડર
રાજપીપળા, તા.19
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કુલ ૭ વોર્ડ ના ૨૮ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 115 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
જેમા આ વખતે ભાજપના બે પૂર્વ પ્રમુખો જિગિશાબેન ભટ્ટ અને સંદીપ દશાંદિની ટિકિટ કપાઈ છે એમના વોર્ડ મા છેલ્લે છેલ્લે પાણી પ્રશ્ને રહીશો એ હલ્લાબોલ બોલાવ્યો હતો અને પ્રમુખ અને રહીશો વચ્ચે તું તું મૈ મૈ થઇ હતી.તેમજ વેરા વધારાનો વિરોધ સામે જીગીશા બેન અને સંદીપ દશાંદિના વોર્ડ મા વિકાસના કામો થયા ન હોઈ લોકોની નારાજગીનો મૂડ જોયા પછી ભાજપા પાર્ટીએ બન્ને પૂર્વ પ્રમુખોને આ વખતે પડતા મૂક્યા છે.તો બીજી તરફ ગત ચૂંટણીમા ચૂંટાયેલા ભાજપાના ચાર સદસ્યો દત્તાબેન ગાંધી, હર્દીપ સિંહ શીનોરા,નયનાબેન કાછીયા અને ભાજપના જગદીશ વસાવાને ભાજપે સસ્પેન્ડ કરતા મામલો કોર્ટ મા ગયો હતો.એ વિવાદમા આ ચારેય સદશ્યોના આ વખતે પાર્ટી માથી ચૂંટણી લડવાનું સપના અધૂરા રહી જતા તેમને અપક્ષ ઉમેદવારી કરવાનો વારો આવ્યો છે .જેમા દત્તાબેન ગાંધી વોર્ડ 4 માથી,હર્દીપ સિંહ શીનોરા વોર્ડ નંબર 7માથીઅને વોર્ડ નંબર ત્રણ માંથી જગદીશભાઈ મંગાભાઈ વસાવા આ ત્રણે ઉમેદવારો આ વખતે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. હવે એ જોવું રહ્યું કે ભાજપ માંથી જાકારો મળ્યા પછી અપક્ષ ઉમેદવાર તરીકે પ્રજાનો સહકાર એમને મળે છે કે નહીં.જયારે નયનાબેન કાછીયાઆ વખતે ચૂંટણી નથી લડી રહ્યા. જ્યારે વોર્ડ 4માથી જીતેલા ભાજપાના કોર્પોરેટર ભરત તડવી ની પણ ટિકીટ કપાઈ છે. જ્યારે જ્યારે પૂર્વ કોર્પોરેટર કિઁજ્લ બેન તડવી આ વખતે પોતાનો વોર્ડ છોડી ને ભાજપા માથી વોર્ડ 4 માથીચૂંટણી લડી રહ્યા છે.
તો બીજી તરફ પૂર્વ પ્રમુખ રહી ચુકેલા સ્વ. અલ્કેશ સિંહ ગોહિલનું અવસાન થવાથી આ વોર્ડ માથી તેમનો પુત્ર કૂલદીપસિંહ ગોહિલને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે આ વોર્ડ ના જીગ્નેશ કપ્તાન અને નીતાબેન પંડ્યા પણ કપાયાં છે. જ્યારે વોર્ડ 7માથી આવેલ ભાજપાનાપ્રતીક્ષા બેન પટેલ પણ કપાયાં છે.
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતેબે પૂર્વ પ્રમુખ અને 4 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ છે .જેમા પોતાના વોર્ડમા કામો ના થતા અને વેરા વિરોધને કારણે પ્રજા વિરોધ ખાળવા કેટલાક નેવોર્ડ બદલવાનો વારો આવ્યોછેહવે આયાતી ઉમેદવાર ને મતદારો સ્વીકારે છે કે નહિ તે હવે જોવું રહ્યું. જ્યારે અન્ય બે પૂર્વ પ્રમુખો સહિત કૂલ 11 કોર્પોરેટરો ફરીથી મેદાન માછે.બાકીના નવોદિત ઉમેદવારો ની સંખ્યામા વધારો નોંધાયો છે. અને
અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. આ વખતેભાજપાને અપક્ષો નો ડર લાગી રહયો છે.
કારણ કે નગર પાલિકામાં વર્ષોથી અપક્ષો નો દબદબો રહ્યો છે. તેથી આ વખતે પણ સીધી ટક્કર ભાજપા અને અપક્ષો વચ્ચે થશે. ભાજપાને વેરા વધારાનો મુદદ્દો નડશે. અપક્ષોને મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવશે.
તો આ વખતે પૂર્વ કોર્પોરેટર ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમા વોર્ડ 1મા કાજલબેન કાછીયા, મહેશ સુરેશભાઈ કાછીયા ભાજપ માથી ફરી ટિકિટ આપી છે. તો આજ વોર્ડના પૂર્વ કોર્પોરેટર મહેશ હીરાભાઇ કાછીયા ને ભાજપા માથી ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ 3 માથીપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ભરતભાઇ માધુભાઈ વસાવા આ વખતે પોતાનો વોર્ડ 2 છોડીને વોર્ડ 3 માથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે વોર્ડ 3માથી પૂર્વ પ્રમુખ મહેશ ભાઈ સરાધભાઈ વસાવા ફરીથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.તો સલિમભાઈ સોલંકી આ વખતે વોર્ડ 1માથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.જ્યારે સુરેશભાઈ વસાવા વોર્ડ 2 માથી અપક્ષ અને ઇલ્મુદીન બક્ષી વોર્ડ 3માથીઅપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા